દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાં મોટાભાગના શહેરોમાં જાણે માસ્કની હાંટળીઓ ખૂલીગઇ હોય તેમ હવે માસ્ક વેચવાના ધંધામાં ભારે તેજી પરવર્તી રહી છે. ત્યારે કયું માસ્ક પહેરવું અને કયું ન પહેરવું તે માટે પ્રજામાં પણ અસમંજસ છે.
મધ્યપ્રદેશ ઇન્દોર શહેર સહિત દેશમાં ગત 24 કલાકમાં 1007 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં . કોરોના ના કારણે સતત વધી રહેલા મોત ના કારણે ઈન્દોર વહીવટીતંત્રએ ફિલ્ટરવાળું N-95 માસ્ક પહેરવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો 95 માસ્ક તેમજ અન્ય એર વાલ્વવાળા માસ્ક પહેરવું દેખાય તો તેમની પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે N95 માસ્કના ઉપયોગ સામે રાજ્યોને ચેતવણી આપી હતી આ ચેતવણી બાદ ઘણા શજ્યોએ સત્તાવાર રીતે તેનો અમલ શરુ કર્યો ન હતો. જોકે કોરોના લીધે મોતની સંખ્યા વધતા આખરે ઇન્દોર શહેરમાં માસ્કનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તો પ્રતિબંધ કડક અમલ થાય તે માટે કલેકટરે શહેરના અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના અધિકારીઓને અધિકાર આપ્યો છે. N-95 વાલ્વયુક્ત માસ્કનો ઉપયોગ કરતા લોકો પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જોકે, આ પ્રતિબંધ આરોગ્ય અધિકારીઓ અને તબીબી કર્મચારીઓને લાગુ નહીં પડે. કલેક્ટરના આદેશ સામે ઈન્દોર કેમિસ્ટ એસોસિએશન ભારે વિરોધ સાથે જણાવ્યું છે કે, 70 હોલસેલર્સ અને 400-500 રિટેઈલ કેમિસ્ટ્રસ છે જેમની પાસે પાંચ કરોડ઼ કરતા વધુની કિંમતના N 95 મારક પડ્યા છે. આ પ્રતિબંધથી તેમને જગી ખોટ જશે.