ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા દેશમાં હિતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. ત્યારે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા આ નિયમોમાં ભારત દેશ આજે 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે આજનું યુવા વર્ગ ખુબજ ફાસ્ટ જીવનમાં દોટ મૂકી રહ્યું છે. પહેલાના જમાનામાં અત્યારે જે ડિઝિટલ યુગ છે તે પહેલા ન હતો જેથી આવનારી પેઢી ને લક્ષમાં રાખીને સગીર યુવતીઓની ઉમર 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં તે વાતનો સંકેત આપ્યા છે કે, આવનારા દિવસોમાં યુવતીના લગ્નની ન્યુનત્તમ ઉંમરમાં (Minimum Age for Marriage of Girls) ફેરફાર આવી શકે છે, આ ઉંમર વધારવામાં આવી શકે છે, 74માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારે આ મામલે એક સમિતિ બનાવી છે. અને આ સિવાયનાં સૂચનાને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દીજ નવા નિર્ણયો બાર પાડશે. ઉલ્લેખનીય છે કે, હાલ સગીર યુવતીઓના લગ્નની ઓછામાં મોટી ઉંમર 18 વર્ષ છે. પાણ સંકેત મળી રહ્યા છે કે, તેને 21 વર્ષ કરવામાં આવશે.
લાલકિલ્લા થી આ મામલે ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું કે, “અમે બાપણી દીકરીઓના લગ્નની ન્યૂનતમ ઉમર પર પુનર્વિચાર કરવા માટે એક સમિતિ નું ગઠન કર્યું છે, ખા સમિતિની તરફથી રિપોર્ટ આપ્યા પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સાથે જ આ સમિતિ યુવતીઓના કુપોસણ ને લઈને સૂચના આપશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1978થી ભારતમાં યુવતીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે, આ વર્ષે જૂનમાં ભારત સરકારે તે મામલે એક સમિતિ બનાવી છે. જે પાછળ માતૃત્વ દમિયાન મહિલાના વધતાં મૃત્યુદરને ઓછા કરવાનો પ્રયાસ મહત્વનો ભાગ ભજવી રહી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને આ વર્ષે પોતાના બજેટમાં કહ્યું હતું કે, મહિલાની મા બનવાની યોગ્ય ઉમર વિષે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આવ્યો છે. ઓક્ટોબર 2017માં કોર્ટે કહ્યું હતું કે, વૈવાહિક બળાત્કારથી યુવતીને બચાવવા માટે બાળ વિવાહને સંપૂર્ણપણે ગેરકાનૂની માનવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિવાહની ઓછામાં ઓછી ઉંમર વિશે નિર્ણય લેવાનું કામ સરકાર નિર્ણય લે. યુનિસેફના આંકડા મુજબ ભારતમાં 27 ટકા યુવતઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કે મોટા ભાગે 15 વર્ષની આસપાસ જ કરી દેવામાં આવે છે.