અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કે.ડી.જાડેજાની ટીમના પો.સ.ઇ.શ્રી આઇ.એમ.ઝાલા તથા હે.કોન્સ.કનુભાઇ જીવાભાઇ તથા પો.કોન્સ. પ્રદિપકુમાર હેમજીભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી વસીમ ઉર્ફે વસંત અબ્દુલ રહેમાન શેખ, ઉ.વ.૩૨, રહે.૯૯૯૯ ગણેશનગર, પીરાણા રોડ, નારોલ અમદાવાદને એલીસબ્રીજ પુલના છેડે રીવરફ્રન્ટ તરફના જવાના રસ્તે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી કાળા કલરનું હિરો સ્પેલન્ડર મોટર સાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપી કેટરીંગ કામ કરે છે. હિરો સ્પેલન્ડર મોટર સાયકલ આજથી વિસેક દિવસ પહેલાં સાબરમતી રીવરફ્રન્ટ અટલબ્રીજ પાસે આવેલ ખુલ્લા મેદાનમા પાર્ક કરેલ હોય. તે મોટર સાયકલમા તેની પાસેની હિરો હોન્ડાની ચાવી લગાવતા ચાવી લાગી જતાં ચોરી કરી લઇ ગયેલ. આગળની નંબર પ્લેટ તોડી નાખેલ અને પાછળની નંબર પ્લેટ અડધી તોડી નાખેલ. તેના કેટરીંગ કામમા ફેરવતો હોવાનુ જણાવેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરેલ હિરો સ્પેલન્ડર મોટર સાયકલ ચોરી અંગે સાબરમતી રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૦૨૩૦૦૮૪/૨૦૨૩ ઇ પી કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો ગુન્હો નોંધાયેલ છે. મુદ્દામાલ તથા આરોપીને સાબરમતી રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હાના કામે સોપવા તજવીજ કરેલ છે.