અમદાવાદ
પોલીસ મહાનિરિક્ષક વી.ચંન્દ્રશેકર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જીલ્લા માં પ્રોહી/જુગાર પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવા આપેલ સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ, સાણંદના સીધા માર્ગદર્શન આધારે પો.સ્ટે ના કર્મચારી ઓને અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તાર માં સઘન પેટ્રોલીંગ કરી અંગત બાતમીદારો ને સક્રિય કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હતી તે દરમ્યાન અ.હે.કોન્સ નરેન્દ્રકુમાર લક્ષ્મણભાઇ બ.ન.૯૯૫, અ.પો.કો.કુલદિપસિંહ ભરતસિંહ બ.ન.૧૪૯૫ નાઓને સંયુકત બાતમી હકીકત આધારે મોજે કાસીન્દ્રા ગામ નદીના પટમાં સરકારી ગૌચરમાં જમીનમાં દાટેલ કેરબામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની મેકડોલ્સ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી નંબર-૧ ડીલક્ષ વિસ્કી ઓરીજનલની શીલ બંધ ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૯૬ ની કી.રૂ.૪૮,૦૦૦/- ની સાથે એક આરોપી પકડી પાડી અસલાલી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૧૧૧૯૨૦૦૨૨૩૦૯૪૫/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૧૧૬બી,૮૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ તથા વોન્ટેડ આરોપી
(૧) મોન્ટુ સ/ઓ રમેશભાઇ ચુનારા ઉ.વ.૨૬ રહે, જોગીણમાતા વાળો વાસ, કાસીન્દ્રા ગામ તા.દસ્ક્રોઈ જિ-અમદાવાદ
વોન્ટેડ – (૨) શીલ્પાબેન વા/ઓ લાલાભાઇ ચુનારા રહે, જેતલપુર તા.દસ્ક્રોઇ જિ-અમદાવાદ
(૩) ગજેન્દ્ર ઉર્ફે ગજીયો રાઠોડ રહે, જેતલપુર તા.દસ્ક્રોઇ જિ-અમદાવાદ તથા તપાસમાં નીકળે તે વિગેરે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં અમો પો.ઇન્સ એમ.એ.વાઘેલા અસલાલી પોલીસ સ્ટેશન, પો.સબ.ઇન્સ એમ.એચ.ઘાસુરા, અહેકો ચંદ્રસિંહ બનં.૬૪૮ તથા અ.હે.કો.હરપાલસીંહ બ.ન.૧૩૪૮ તથા અ.હે.કો કુલદીપસિંહ બ.નં.૭૯૫ અ.હે.કોન્સ નરેન્દ્રકુમાર બન.૯૯૫ તથા અપો.કો.કુલદિપસિંહ બ.ન.૧૪૯૫ તથા અ.પો.કો હરદિપસિંહ બ.ન.૭૮૦ તથા અ.પો.કો.રાજદીપસિંહ બન.૮૯૮ તથા અપો.કો.દિવાનસિંહ બનં.૧૧૫૨ તથા અ.પો.કો.દિવ્યરાજસિંહ બન.૧૩૬૫ નાઓ સામેલ હતા.