અમુલ પાર્લર.(વટવા), બજરંગ પાન પાર્લર. (લાંભા), શ્રી.રામ જલારામ ખમણ હાઉસ, (મણિનગર), જુની સાંઘાઇ રેસ્ટોરન્ટ ફ્રાય સેન્ટર. (દાણીલીમડા) મીરાની આઇસક્રીમ.(બહેરામપુરા) એકમો સીલ
અમદાવાદ
આજ રોજ કમિશનરની સૂચના મુજબ તા.૨૦/૧૦/૨૦૨૩ ના રોજ દક્ષિણ ઝોન ના અલગ અલગ વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. બહેરામપુરા વોર્ડના વઢીયાળી વાસ રામ રહિમ ટેકરો, રીવર ફ્રન્ટ સાઇડ રોડ પર રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવ્યો. જેમાં દક્ષિણ ઝોનના ડે.મ્યુનિ.કમિશનર નેહાકુમારી તથા આસી.મ્યુનિ.કમિશનરો તથા ડે.ડાયરેક્ટર ઉપસ્થિત રહી શહેરના સ્વચ્છતા સફાઇ અભિયાનમાં જોડાયા હતા. તદ ઉપરાંત સ્થાનિક નાગરીકો બાળ સંકલિત વિકાસ યોજનાના બહેનો, માનવ સાધના ટ્રસ્ટ સંચાલિત સ્કુલના વિધ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં ઉમળકાભેર ભાગ લીધો હતો.શહેરમાં ગંદકી કરતા એકમો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક / કપ વિગેરેનો સંગ્રહ તેમજ વપરાશ કર્તા ૧૭ (સત્તર) ધંધાકીય એકમોને સીલ કરવામા આવેલ છે. જેમા અમુલ પાર્લર.(વટવા), બજરંગ પાન પાર્લર. (લાંભા), શ્રી.રામ જલારામ ખમણ હાઉસ, (મણિનગર), જુની સાંઘાઇ રેસ્ટોરન્ટ ફ્રાય સેન્ટર. (દાણીલીમડા) મીરાની આઇસક્રીમ.(બહેરામપુરા) નો સમાવેશ થાય છે. તેમજ સમગ્ર દક્ષિણ ઝોનમાં આવા એકમો પાસેથી કુલ રૂા.૪૪,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.