અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ પોલીસકમિશ્રર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.સિંધવની ટીમના પો.સ.ઈ. બી.યુ.મુરીમા તથા હે.કો. મુકેશકુમાર જગદીશભાઈ તથા પો.કો. પ્રવિણભાઈ કનુભાઈ દ્વારા ઘરફોડ ચોરી કરતાં આરોપી રતીલાલ લાલાજી વણઝારા (ભાટી), ઉ.વ.૩૭, રહે. વણઝારાવાસ, પ્રવિણનગર, કેન્સર હોસ્પિટલ સામે, વાસણા અમદાવાદ શહેર તથા ગામ. ઉમેટા તા.જી.આણંદ મુળ વતન ગામ.ચાંદેડા તા.જી. પાલી રાજસ્થાનને એલીસબ્રીજ કાગદીવાડ સ્મશાનગૃહ આગળથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી એક કોટન દોરીવાળો સોના જેવી પીળી ધાતુના ફુલ નંગ-૧૩ જડતવાળો ગળામાં પહેરવાનો હાર જેનું વજન ૨૫.૯૯૦ ગ્રામ અને ગોલ્ડ ટચ ૮૯.૫૬% નો છે. જે હારની કિ.રૂ. ૬૦૦૦૦/- તથા (૨) એક સોના જેવી પીળી ધાતુની ઝુમ્મર ડિઝાઈનવાળી કાનમાં પહેરવાની બુટ્ટી નંગ-૨ જેનું વજન ૨૧.૨૯૦ ગ્રામ અને ગોલ્ડ ટચ ૮૫.૯૦% નો છે.જેની કિ.રૂ.૪૫૦૦૦/- તથા (૩) એક સોના જેવી પીળી ધાતુનું માદળીયુ નંગ-૨ તથા પેંડલ નંગ-૧ જેનું વજન ૫.૫૦૦ ગ્રામ અને ગોલ્ડ ટચ ૮૭.૦૩% નો છે. જેની કિ.રૂ.૨૬,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૧,૩૧,૦૦૦/- સાથે પકડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી આજથી આશરે વીસેક દિવસ પહેલાં તેના ઘરની બાજુમાં રહેતા કાળુભાઈ પીરાજી વણઝારા રહેતાં હોય, તેમની પત્નિ કાજલ તેના પિતાના ઘરેથી આવેલ અને તેમનો સામાન લઈ ઉપરના રૂમમાં ગયેલ. જેથી મને લાગેલ કે, આ કાજલબેન તેમના પિતા ઘરેથી લાવેલ દાગીના ઉપરના રૂમમાં મુકેલ હશે. આરોપી દારૂ પીવાની ટેવવાળો હોય તેની પાસે પૈસા ન હોય, આરોપી તેમના ઘરે રાહ જોઈ બેસેલ અને તેમના પરીવારના માણસો બધા નીચેના રૂમમાં હતાં. દરમ્યાન સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ આરોપી ચોરી છુપીથી તેમના ઘરની સીડી વાટે પહેલાં માળે આવેલ રૂમમાં ગયેલ. ત્યાં કાજલબેનનો થેલો ચેક કરતાં તેમાંથી સોનાના દાગીના મળેલા આરોપી ખિસ્સામાં મુકી ચોરી કરી જતો રહેલ હોવાની કબુલાત આધારે તપાસ કરતાં.વાસણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૬૬૨૩૦૫૫૭/૨૦૨૩ ઇપીકો અમદાવાદ શહેર વાસણા પો.સ્ટે. કલમ- ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ હોય, જેથી આરોપી તથા મુદ્દામાલ વાસણા પો.સ્ટે. તરફ મોકલી આપવા તજવીજ કરેલ છે.