મહારાષ્ટ્ર વી.પી રોડ પોલીસ સ્ટેશનના આંગડીયા પેઢીની ચોરીના અનડીટેક્ટ ગુનાને રોકડા દસ લાખ,કથ્થક કોસ્ચ્યુમ તથા મોબાઈલ ફોન મળી કુલ ૧૦,૧૫,૫૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમને રામોલ પોલીસે ઝડપ્યો

Spread the love

 

આરોપી હીમાંશુ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતિ

અમદાવાદ

પોલીસ કમિશ્નર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-ર  તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.કમિ. શ્રી “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૧/૧૦/૨૦૨૩ ના રોજ એ.એસ.આઈ ફીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં ૧૩૬૩૩ તથા અ.હે.કો લાલજીભાઈ જાભાઈ બ.નં ૬૪૬૨ તથા સ્ટાફના માણસો સાથે આગામી દશેરાના તહેવાર અનુ સંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ રામોલ એક્ષપ્રેસ હાઈવેના નાકે વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમ્યાન આરોપી હીમાંશુ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતી ઉવઃ૩૬ રહે:પ્રજાપતીની શેરી નાણાવટી સ્કુલની પાછળ સુભાષ ચોક પાટણ તા.જી.પાટણ નો ભાડાથી કરેલ અર્ટીકા ફોર વ્હિલર ગાડી નં.MH.05,EQ.7852 સાથે સંકાસ્પદ હાલતમાં મળી આવતા સદરી આરોપી પાસે રહેલ થેલો પંચો રૂબરૂ ચેક કરતા ઘેલા માંથી રોકડા રૂપીયા ૧૦,૦૦,૦૦૦ મળી આવેલ તથા થેલી માંથી કથ્થક કોસ્ચ્યુમ મળી આવેલ જે રોકડ રકમ બાબતે સદરીને પુછપરછ કરતા પોતે યોગ્ય જવાબ આપેલ નહી જેને સ્ટાફના માણસો મારફતે વધુ વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે એપ્રીલ-૨૦૨૩ માં મુંબઈ ભુલેશ્વર ૬૫ ત્રીજો ભોઈવાડો પ્રોફ મેન્સન પહેલા માળે રૂમ નં.૨૦ ખાતે આવેલ અરવિંદ હીરેન નામની આંગડીયા પેઢી ખાતે નોકરી કરતો હતો.આ વખતે તેણે આંગડીયા પેઢીની ઓફીસની ચાવી ડુપ્લીકેટ બનાવી લીધેલ,અને ઓગસ્ટ-૨૦૨૩ માં તેણે આંગડીયા પેઢી માંથી નોકરી છોડી દીધેલ.અને હાલ તેને પૈસાની જરૂર હોય જેથી તેણે ઉપરોક્ત આંગડીયા પેઢી ખાતે જઈ ચોરી કરવાનુ નક્કી કરેલ અને કોઈ તેને ચહેરો ઓળખી ન જાય માટે પોતાનો ચહેરો ઢાંકી દેવા માટે તાઃ૨૦/૧૦/૨૦૨૩ મા રોજ પાટણ ખાતે આવેલ સખી સહેલી નામની દુકાન ઉપરથી ઉપરોક્ત કથ્થકનુ કોસ્ચ્યુમ ભાડાથી ખરીદેલ અને કોસ્ચ્યુમ લઈ સવારના અગ્યારેક વાગ્યાના અરસામાં રેલ્વે મારફતે મુંબઈ ખાતે ગયેલ અને રાત્રીના મુંબઈ પહોંચી આશરે દોઢેક વાગ્યાના અરસામાં પોતે તેનો ચહેરો દેખાય નહીં તે માટે તેની પાસે રહેલ ઉપરોક્ત કોસ્ચ્યુમ પહેરી તેની પાસે ઉપરોક્ત આંગડીયા પેઢીની બનાવેલ ડુપ્લીકેટ ચાવીથી આંગડીયા પેઢીની ઓફીસનુ લોક ખોલી આંગડીયા પેઢીની ઓફીસમાં પ્રવેશી કાઉન્ટની અંદરના ડોઅર માં રહેલ રોકડા રૂપીયા ચોરી કરી ઓફીસમાં રહેલ થેલામાં ભરી ત્યાથી નીકળી ગયેલ અને દાદર કોઈનુર પાસે જઈ ઉપરોક્ત ઈસમ નં.૧ ની અર્ટીકા ગાડી રૂપીયા ૧૨૦૦૦/- ભાડુ નક્કી કરી અમદાવાદ ખાતે આવવા માટે નીકળેલ હોવાનુ જણાવી સદર રોકડા રૂપીયા ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા ઉપરોક્ત રોકડા રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા કથ્થક કોસ્ચ્યુમ કીમત રૂપીયા ૫૦૦૦/- તથા થેલો કીમત રૂપીયા ૫૦૦/- તથા મોબાઈલ ફોન કીમત રૂપીયા ૧૦,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૧૦,૧૫,૫૦૦/- નો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબની કાર્યવાહી કરી સદર ચોરી બાબતે તપાસ કરતાં મહારાષ્ટ્ર વી.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૩૬૯/૨૩ ઈપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે બાબતે વી,પી રોડ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

એ.એસ.આઈ.હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ અહૈ.કોન્સ લાલજીભાઈ જહાભાઈ બ.નં.૬૪૬૨

. પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બાનં.૫૧૨૭

. પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૧૦૩૪૧ પો.કો નીરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com