નવરાત્રીની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. હવે મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ઓક્ટોબરે ફરી ગુજરાત આવશે. ગૃહમંત્રી અમિત શાહ IFFCOના NANO DAP પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગત 12 ઓગષ્ટ 2023ના રોજ કંડલામાં ગૃહમંત્રી શાહે IFFCOના NANO DAP પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારે હવે તેમના હાથે જ આ પ્લાન્ટનું લોકાર્પણ પણ થશે.ગૃહમંત્રી શાહ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડાવિયા પણ હાજર રહશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 26 એપ્રિલ 2023ના રોજ IFFCOનું લિક્વિડ નેનો ડી-એમોનિયા ફોસ્ફેટ (DAP) લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, ઇફ્કોનું લિક્વિડ ડીએપી નેનો લોન્ચ એ ભારતને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની એક મહત્વપૂર્ણ શરૂઆત છે. આ ક્રાંતિકારી પગલું ભારતીય કૃષિને માત્ર ખાદ્યાન્ન ઉત્પાદનમાં માત્ર આગળ જ નહીં લઈ જશે, પરંતુ ભારતને ખાતર ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બનાવશે.