કદાચ તમને માનવામાં પણ નહીં આવે પરંતુ દેશના 70 ટકા પ્લંબર માત્ર એક જ જિલ્લામાંથી આવે છે. કદાચ તમને વિશ્વાસ ન આવે, પરંતુ આ સત્ય છે. સૂત્રોના અનુસાર, ઓડિશાનો કેંદ્ર પાડા જિલ્લો આમ તો ભિતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન માટે પ્રસિદ્ધ છે, જ્યાં દુનિયાભરના લોકો ઑલિવ રેડલે કાચબા જોવા આવે છે, પરંતુ અહીંના પ્લંબર પણ આખા દેશમાં કામ કરી રહ્યા છે. આખા દેશના 70% પ્લંબર અહીંથી જ આવે છે. તેમને આ ક્ષેત્રમાંથી વર્ષે 30 લાખ રૂપિયાની આવક થાય છે. દર બીજા ઘરમાંથી એક વ્યક્તિ પ્લંબર છે.
જિલ્લાના પટ્ટામુંડાઇમાં આવેલ સ્ટેટ ઈંસ્ટીટ્યૂટ ઓફ પ્લંબિંગ ટેક્નોલૉજીના પ્રિન્સિપલ નિહાર રંજન પટનાયક જણાવે છે કે, આ સ્કિલ અહીંના લોકોએ 1930થી જ શીખવાની શરૂ કરી દીધી હતી. તે સમયે કોલકાતામાં બે બ્રિટિશ કંપનીઓને પ્લંબરોની જરૂર હતી. કેંદ્રપાડાના કેટલાક યુવાનોને ત્યાં નોકરી મળી ગઈ. પછી દેશમાં ભાગલા સમયે કોલકાતાના મોટાભાગના પ્લંબર પાકિસ્તાન જતા રહ્યા તો કેંદ્રપાડાના પ્લંબરો માટે આ એક નવી તક બની ગઈ.
અહીંની મોટી સંખ્યામાં લોકો આ કામ શીખવા લાગ્યા. કોલકાતાના આ લોકો દેશના બીજા ભાગોમાં પણ કામ કરવા જવા લગયા. પેઢી-દર-પેઢી કામ શીખવા લાગ્યા. 1970ના દાયકામાં ખાડીના દેશો સુધી જવા લાગ્યા. આજે ગલ્ફમાં કેટલાક લોકોની કમાણી 50 હજારથી 2.5 લાખ રૂપિયા મહિનાની કમાણી કરે છે. આ જ માત્ર 50 હજારની આબાદીવાળા પટ્ટામુંડાઇમાં 14 બેંકોની બ્રાન્ચ છે.