ગાંધીનગર મહાનગરપાલિકા ધ્વારા 74માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા કુડાસણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ ઉમટ્યા હતા, ત્યારે કોરોનાની મહામારીના કારણે આરોગ્ય વિભાગ ધ્વારા એક ઉચ્ચ અધિકારી સીટી ઇજનેર કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારે આ માહિતી છુપાવવામાં આવી હતી, અને આ માહિતી છુપાવવાના કારણે સ્થિતિ એવી સ્કોટક બની કે ડે. કમિશનર PC દવે, એક અધિકારી, અને બીજા ચાર જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાને કારણે સંક્રમિત થતાં મોટી ચેઇન થઈ ગઈ હતી,ત્યારબાદ હવે જે કાર્યક્રમમાં આજુબાજુમાં બેઠા હતા, તેમ કમિશનર રતનકંવર ચારણ ગઢવીની પાસે ઉત્તરના ધારાસભ્ય શંભુજી ઠાકોર બેઠા હતા, અને તેમની બાજુમાં વાડીભાઇ પટેલ (પૂર્વ સરકારમંત્રી) જે બંને 75થી વધારે વય ધરાવે છે, અને સિનિયર સીટીઝન છે, ત્યારે કોરોના ઝડપથી ઉંમર લાયકોને પ્રસરે છે, ત્યારે આ બંને નેતાઓને હવે ક્વોરોન્ટાઈન થવું પડે તેવી શક્યતા છે.
વધુમાં આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન પધાર્યા હતા, ત્યારે કોરોના વોરિયર્સ હોય તે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે સ્થિતિ એવી સ્ફોટક બની છે કે, મેયર, રાજ્યસભાના સાંસદ, શહેર પ્રમુખ મહેન્દ્ર (દાસ) જેઓ ડે. કમિશનર પાસે બેઠા છે તે,તમામે હવે ક્વોરન્ટાઈન થવું પડ્યું છે. ગાં.મનપાના આરોગ્ય શાખાની ભારે બેદરકારીના કારણે અને જે અધિકારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે મોડો જાહેર કરતાં આ ચેઇન મોટી બની ગઈ છે, ત્યારે અધિકારીઓ, કર્મચારીઓ પછી હવે પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને રાજયસભાના સાંસદ સુધી કોરોનાની ચેઇન લંબાય તેવી ભીતિ સેવાઇ રહી છે.