કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત ગંભીર હોવાનો જે વિડીયો વાયરલ થયેલ તે સંદર્ભે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે, આ વિડીયો 20 દિવસ અગાઉનો છે. અને હાલમાં ભરતસિંહ સોલંકીને ફ્રીઝિયોથેરાપી ધ્વારા કસરત કરાવવામાં આવી રહી છે, અને વ્હીલચેર ઉપર અવર જવર પણ કરી રહ્યા છે, કિડનીની સમસ્યામાં રિકવરી જોવાઈ રહી છે. અગાઉ તેમની તબિયતમાં સુધારો જોવાઈ રહ્યો હોવાનું જણાયું છે.