એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરતાં ભૂમાફિયાઓ પર સકંજો કરાશે 

Spread the love

રાજયમાં જમીનોના ભાવ આસમાને ચાલી રહ્યા છે, ત્યારે શોર્ટકટમાં ફક્ત ટોકલ આપીને અનેક લોકોની જમીનો ધસાઈ ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. એક પડાવેલી નોંધથી કાયદાના એટલા ચક્કર લગાવવા પડે છે કે, સમાધાનની ફોર્મ્યુલાથી આ કાવેરીનો નિવેડો લાવવો પડે છે. સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ ગુજરાત સરકાર ભૂમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) બિલ ૨૨૦’નો મુસદ્દો તૈયાર કરવામાં આછુવ્યો છછે. તેને વિધાનસભાની આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તમને જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે. તેમજ જો આ ગુના આચરનાર કોઈ કંપની હશે તો જ્યારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યક્તિ ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયબ્રનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-૧૯ની પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. રેવન્યુ વિભાગ ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતાં જમીન પડાવી લેવાના ગુનામાં ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યક્તિગત ગુનો હોય કે કંપની બનાવી જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજ્સ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યક્તિગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે. જમીન પડાવી લેતા આ ભુમાફિયા ખોટા દાવાઓ કરી છેતરી પડી કરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંપડી કરીને રૂપિયા પડાવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com