NCERTના પુસ્તકોમાં એક નવો બદલાવ થવાનો છે. આ બદલાવ પછી હવે વિદ્યાર્થીઓ પુસ્તકમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરશે. NCERT પેનલે હવે તમામ NCERT પુસ્તકોમાં ભારતનું નામ બદલીને ભારત કરવાનો પ્રસ્તાવ સર્વસમ્મતિથી સ્વીકાર કરી લીધો છે.
પેનલના સભ્યોમાંથી એક સીઆઇ ઇસાકે કહ્યું કે NCERT પુસ્તકોમાં આગામી સેટમાં ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી દેવામાં આવશે.
કેટલાક મહિના પહેલા આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જે હવે સ્વીકારી લેવામાં આવ્યો છે. સમિતિએ પુસ્તકોમાં હિન્દૂ વિક્ટરીજને ઉજાગર કરવાની ભલામણ પણ કરી છે.
સમિતિએ પુસ્તકોમાં એશિએટ હિસ્ટ્રીના સ્થાન પર ક્લાસિકલ હિસ્ટ્રીને સામેલ કરવાની ભલામણ કરી હતી. ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલિન અને આધુનિકમાં વિભાજિત કરવામાં નહીં આવે કારણ કે તેનાથી ખબર પડે છે કે ભારત એક જૂનો અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ રાષ્ટ્ર છે.
તમામ વિષયોમાં પુસ્તકોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની શરૂઆત પણ નવા બદલાવનો ભાગ છે. મહત્ત્વપૂર્ણ છે કે આ સમિતિ તે 25 સમિતિમાંથી એક છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર અભ્યાસક્રમને બદલવા માટે કેન્દ્રીય સ્તર પર NCERT સાથે કામ કરી રહી છે.