અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ સ્વચ્છતાનાં અભિયાનને 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમો મારફતે ઉજવવાના ગુજરાત સરકારનાં આહવાનને પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા સાથે તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે 23 થી 29 ઓક્ટોબર 2023 દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓ, યુનીવર્સીટી, બિલ્ડીંગો, શાળા- કોલેજો, આંગણવાડીઓની સફાઈ અન્વયે શહેરમાં 7 ઝોનમાં આવેલા નીચે મુજબના વિવિધ લોકેશનોની સફાઈ હાથ કરવામાં આવી હતી.
અમદાવાદના પૂર્વ ઝોનમાં નિકોલ આગણવાડી, અનુપમ સ્માર્ટ શાળા ફાયર્બ્રિગેડ સ્કુલ રોડ, ગોમતીપુર અનુપમ સ્કુલ, ફાયર સ્ટેશન પાસે, અમરાઈવાડી મહેશ્વરી આગણવાડી, ઓઢવ આદીનાથ પ્રાથમીક શાળા, વસ્ત્રાલ ટેકરાવાળી આંગણવાડી AMTS પાસે, ભાઈપુરા જેવા વિસ્તારોમાં 518 કલાક શ્રમદાન કરી 3.9 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ ઝોનમાં ગાયત્રી નગર-6 આંગણવાડી, વાળીનાથ ચોકડી, ચાંદખેડા રેલવે સ્ટેશન સામેની આંગણવાડી, સાબરમતી આંગણવાડી, સુમેરૂ સોસાયટી પાસે, રાણીપ નિર્ણયનગર આંગણવાડી, શાંતારામ હોલ રોડ નવરંગપુરા શાળા નં. 7, મ્યુનિસીપલ શાળા નં-18 જેવા વિસ્તારોમાં 1175 કલાક શ્રમદાન કરી 337.90 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.ઉત્તર ઝોનમાં નર્સિગ કોલેજ, ઈન્દિરા બ્રિજ, સરદારનગર, આગણવાડી ભરવાડ વાસ નરોડા,પ્રભાકર ટેનામેન્ટ આંગણવાડી, સૈજપૂર, નેહરૂનગર અંગ્રેજી શાળા, જુના જી વોર્ડ, કુબેરનગર શાળા નં 9 ઓમનગર રોડ સરદાર પટેલ સ્કૂલ , આશીર્વાદ સોસા.રોડ મ્યુ. શાળા 5,6 જનરલ હોસ્પિટલ સામે બાપુનગર, મ્યુનિસિપલ શાળા નંબર 1 2, સરસપૂર જેવા જેવા વિસ્તારોમાં 192 કલાક શ્રમદાન કરી 1.17 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ઝોનમાં ચેપી રોગ હોસ્પિટલ રોડ, બહેરામપુરા જનતા નગર સોસાયટી, દાણીલીમડા, જિરાફ સર્કલ, મણિનગર રામોલ રોડ, ઇન્દ્રપુરી, રામઘડીયા, ઘોડાસર રોડ, ખોખરા જેવા વિસ્તારોમાં 585 કલાક શ્રમદાન કરી 12.7 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
મધ્ય ઝોનમાં કનોરીયા મ્યુ. શાળા, પ્રિતમપુરા સ્કુલ, કાનજીનગર ગુજરાતી શાળા નં.5/6, શાહપુર ચાર રસ્તા પાસે, નાગોરીવાડ આંગણવાડી, વિવેકાનંદ કોલેજ, રાયપુર અને આઈ.પી.મિશન સ્કુલ જેવા વિસ્તારોમાં 134 કલાક શ્રમદાન કરી 0.49 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વેરાઈ માતા મંદિર – લક્ષ્મણ ગઢ સ્લમ વિસ્તાર, થલતેજ ગામ શાક માર્કેટ – પરમેશ્વર મંદિર, બોદકડેવ જેવા વિસ્તારોમાં 416 કલાક શ્રમદાન કરી 4 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણીની ટાંકી વાળી શાળા, કૃષ્ણધામ આંગણવાડી, સંકલિતનગર સ્કુલ અર્બનહેલ્થ સેન્ટર પાસે જેવા વિસ્તારોમાં 498.2 કલાક શ્રમદાન કરી 5 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મિશન મોડ પર આજ રોજ નીચે મુજ્બથી જણાવેલ લોકેશનો પર પડી રહેલ લીગસી વેસ્ટ દૂર કરવાની ઝુંબેશ પણ સ્થાનીક નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓની મદદ સાથે હાથ ધરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં બળીયાદેવનો ટેકરો, વિરાટ નગર, જામફળવાડી, રામોલ. પશ્ચિમ ઝોનમાં મ્યુનીસીપલ ગુજરાતી શાળા નંબર ૬, સોલા રેલ્વે લાઇન એમ. પી. ની. ચાલી મ્યુનિસિપલ સ્કુલ, આંબેડકર નગર ચાલી, હરિજન વાસ રોડ, જી.એસ.ટી ભવનની બાજુમાં, કેપટન નિલેશ સોની મ્યુ.શાળા, નારાયણ નગર રોડ, પાલડી, રાજય વેરા નાયબ કમિશ્નરશ્રીની કચેરી ઉમાસૂત ફ્લેટ સામે વાસણા, વાસણા કેનાલ રોડ. દક્ષિણ ઝોનમાં WDS, ઇસનપુર, શાહવાડી અને નારોલ પાણીની ટાંકી, લાંભા નિગમ પંપીંગ સ્ટેશન, વટવા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં હેતાર્થ રોડ ભાડજ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રાજીવનગર સહિતના વિસ્તારોમાં લિગસી વેસ્ટ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.આજનાં આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 3518.2 ક્લાકનું શ્રમદાન કરેલ હતું અને 365.17 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો છે.