ગુજરાતના તમામ બ્રિજને ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવામાં આવે :  અમિત ચાવડા

Spread the love

જી.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ૨૦૧૬-૧૭ માં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં આઈ.ઓ.સી.ના બોગસ બીલ કૌભાંડમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી હતી તો આવી બ્લેક લીસ્ટેડ કંપનીઓને કોન્ટ્રાકટ કોના આશીર્વાદથી મળે છે? :  અમિત ચાવડા

સરકાર તાત્કાલિક જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરે અને મૃતકોના પરિવારજનોને ૧૦ લાખનું વળતર ચુકવે :  અમિત ચાવડા

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા દેશમાં ગુજરાતની જે અસ્મિતા છે તેને લાંછન લાગી રહ્યું છે. ગુજરાતની સાડા છ કરોડની જનતા પોતાની સુવિધા, સુખાકારી અને સલામતી માટે ટેક્ષ આપે છે નહિ કે કોઈ અધિકારીઓ, કોન્ટ્રાકરો કે મંત્રીઓના ખિસ્સા ભરવા માટે, ગુજરાતમાં ૧૫૬ ની બહુમતી વાળી ડબલ એન્જીન સરકાર અત્યારે પેપરો ફૂટેવા, બ્રીજો તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે આખા દેશ અને દુનિયામાં જાણીતી બની છે. આજે કોન્ટ્રાકટ કમીશન ટુ કમલમ ના ચક્કરમાં જનતા હેરાન પરેશાન તો થઇ રહી છે પણ સાથેસાથે મરી પણ રહી હોય તેવા દિવસો આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ જે માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી માન. મુખ્યમંત્રીશ્રીની છે. માર્ગ અને મકાન વિભાગ કમીશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતાનો ભોગ લઇ રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થોડા વર્ષોની અંદર જ તેર કરતા વધારે બ્રીજ તૂટી પડ્યા અને ગત વર્ષની જ વાત કરીએ તો ૨૦૨૨માં સાત કરતા વધારે બ્રીજ તૂટી પડ્યા. બંગાળમાં એક બ્રીજ તૂટે તો આપણા દેશના વડાપ્રધાન શ્રી ત્યાં ચૂંટણી સભાઓમાં જોરજોરથી ભાષણ કરે કે આ “એક્ટ ઓફ ગોડ નહિ એક્ટ ઓફ ફ્રોડ છે” અને ગુજરાતમાં આટલા બ્રીજ તૂટ્યા અને હમણા જ પાલનપુરમાં બ્રીજ તુટ્યો બે લોકોના મોત થયા હવે પ્રધાનમંત્રી એક ટ્વીટ પણ નથી કરતા તો આ પાલનપુરનો બ્રીજ તુટ્યો એ પહેલા મોરબી કે બીજા કોઈ બ્રીજ તૂટ્યા અને જેમાં લોકોના મોત થયા એ શું “એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ભાજપનો ફ્રોડ” છે એનો જવાબ પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની જનતાને આપશે તો હુ માનુ છું કે જનતાએ એમને જે વિશ્વાસ સાથે દિલ્હી મોકલ્યા છે એ વિશ્વાસ પણ આવનારા દિવસોમાં ચાલુ રહેશે. ગુજરાતમાં બ્રીજ ઉદ્ઘાટન થતા પહેલા ધરાશાયી થઇ જાય એની પાછળનું એક જ કારણ છે કે આજે ગુજરાતમાં તમારે રોડનો કોન્ટ્રાકટ લેવો હોય, બ્રિજનો કોન્ટ્રાકટ લેવો હોય કે કોઈપણ કોન્ટ્રાકટ લેવો હોય જ્યાં સધી કોન્ટ્રાકટર કમીશન કમલમમાં ના મોકલે ત્યાં સુધી એને કોન્ટ્રાકટ મળતો નથી. આ કમીશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જે ઘટના બની છે એની પાછળ પણ કમીશન અને કમલમનું જે જોડાણ છે એ જ જવાબદાર હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે. કારણ કે જે કંપનીઓ બ્લેક લીસ્ટેડ હોય એની એવા નિયમો રહ્યા છે કે એને ફરી એવા કોઈ કામ ન આપવા જોઈએ. તો એની પાછળ કોના આશીર્વાદ છે, એની પાછળ એવું તો શું કારણ છે કે બ્લેક લીસ્ટેડ થયલી કંપનીઓને ફરી પાછા કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

પાલનપુર બ્રિજના કોન્ટ્રાકટર જી.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ જ કંપની છે જે કે જેમને ૨૦૧૬-૧૭ માં અમદાવાદમાં કરોડો રૂપિયાના રોડ બનાવ્યા અને એ રોડ ધોવાઇ ગયા ચારે તરફથી લોકોનો ખુબ આક્રોશ જોવા મળ્યો, હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડી અને તપાસ કરવામાં આવી તો લગભગ ૩૦૦ કરોડની જેટલી માતબાર રકમના ખોટા બીલોનું કૌભાંડ એમાંથી બહાર આવ્યું. ખોટા બીલના કૌભાંડ કરવાવાળી આ કંપની કોના આશીર્વાદથી કામ મેળવે છે. આ કંપનીના માલિકો દ્વારા કમલમમાં ૨૦૧૯ માં એક કરોડ કરતા વધારે રૂપિયાનું ચૂંટણી ફંડ આપે છે અને એટલે તેમના તમામ કાળા કરતૂતો ધોવાઇ જાય છે. બ્રીજ તુટ્યો, બે લોકોના મોત થયા આપણે બધાએ એના દ્રશ્યો જોયા આપણને જોઇને દુઃખ થાય કે એક એવી સ્થિતિનું નિર્માણ થાય કે ગુજરાતમાં સામાન્ય માણસ સલામત છે કે કેમ? આટલી કરુણ અને દુઃખદ ઘટના બની તેમ છતાં જયારે એના પરિવારજનો એફ.આઈ.આર. નોંધવાની માંગ કરતા હોય તો પોલીસ એફ.આઈ.આર. નોંધતી નથી કારણ કે આ તો મોટા કોન્ટ્રાકટરો છે, સરકારમાં સીધા જોડાયેલા છે, સરકાર અને ભાજપને કરોડોના ફંડ આપનારા લોકો છે એટલે એફ.આઈ.આર. ના થાય. જયારે લોકો રસ્તા પર ઉતરે ધરણા કરે, રસ્તા રોકે ત્યારે એફ.આઈ.આર. કરવામાં આવે સરકાર કોઈ તાત્કાલિક પગલા લેવાને બદલે ખાલી તપાસના નાટકોની જાહેરાત કરે છે. અત્યાર સુધી કેટલી તપાસો સોંપી, કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી, આટલા બધા બ્રીજ તૂટ્યા કયા અધિકારીને જેલમાં પુરવા માં આવ્યા? કયા સચિવ સામે કાર્યવાહી કરવામાં આવી? કયા મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી? તો એનો જવાબ પણ સરકારે આપવો પડશે કારણ કે આ પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થાય છે. એમાં ગેરરીતી થાય તો એમાં જે જે જવાબદાર લોકો હોય, પછી એ અધિકારી હોય, સચિવ હોય, કોઈ મંત્રી હોય, કોન્ટ્રાકટર હોય કે કોઈપણ હોય કોઈની પણ શેહ-શરમ રાખ્યા સિવાય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. આ જે પાલનપુરમાં દુઃખદ બનાવ બન્યો છે એની પણ તપાસ થાય જવાબદારો સામે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથસાથે જે મૃતક છે, ગરીબ અને દલિત પરિવારના લોકો છે એમને આર્થિક રીતે મદદ મળે તેવી માંગણી કરીએ છીએ. ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં બ્રીજ છે, નાના પુલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં કયા બ્રીજ પર જવાનું સલામત છે કયા બ્રીજ પર જવું સલામત નથી એની માહિતી ગુજરાતની જનતાને હોવી જોઈએ એટલા માટે આ તમામ બ્રીજોનું સેફટી ઇન્સ્પેકશન થવું જોઈએ, ફિટનેસ સર્ટીફીકેટો પબ્લિક ડોમેન્ટ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તમામ ગુજરાતીઓને ખબર પડે કે આ બ્રીજ પર જવામાં કોઈ નુકસાન કે અસલામતી નથી આ બ્રીજ અમારા પરિવાર માટે સલામત છે એવું ઓનલાઈન જોઈ શકે. ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે, નહેરો બની તો ૨૦૦૫ પહેલાની નહેરો નથી તુટતી ૨૦૦૫ પછીની જ નહેરો તૂટે છે વર્ષો જુના બ્રીજ છે એ નથી તૂટતા અને અત્યારે ભાજપના શાસનમાં તો નિર્માણાધીન છે, ઉદ્ઘાટન પણ નથી થયું એવા બ્રીજો તૂટે રાજ્ય છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ કોન્ટ્રાકટ, કમીશન અને કમલમને કારણે અ બ્રીજ તૂટી રહ્યા છે લોકો મરી રહ્યા છે. લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે તો તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે અને ગુજરાતના તમામ બ્રિજને ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવામાં આવે એવી માંગણી કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com