પોલિસીધારક દેશના કોઈપણ ભાગમાં સ્થિત હોસ્પિટલમાં 100% કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે

Spread the love

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે દેશભરની કોઈપણ આરોગ્ય વીમા અથવા સામાન્ય વીમા કંપની દ્વારા જારી કરવામાં આવતી તમામ આરોગ્ય પોલિસીઓ માટે હોસ્પિટલોનું નેટવર્ક અને 100% કેશલેસ સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધાઓ લાગૂ થવાની સાથે પોલિસીધારક દેશના કોઈપણ ભાગમાં સ્થિત હોસ્પિટલમાં 100% કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે.

હાલમાં ભારતમાં 49 ટકા હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટની સુવિધા છે. વધારે મોંઘા તબીબી બીલો ટાળવા માટે જનરલ અને હેલ્થ ઇન્સોરન્સ કંપનીઓ લિસ્ટેડ હોસ્પિટલોની સૂચીમાં બદલાવ કરતા રહે છે. તેનાથી બચવા માટે વીમા નિયામક તમારી આરોગ્ય વીમા ક્લેઇમની સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરના જનરલ કેશલેસ હોસ્પિટલ નેટવર્કને લાવવા માટે જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ સાથે મળીને કામ કરી રહ્યું છે.

જૂનો જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ શનાઇ ઘોષનું કહેવું છે કે, પ્રથમ તબક્કામાં વીમા કંપનીઓમાં હોસ્પિટલોની કોન્સોલિડેટેડ લિસ્ટ બનાવવામાં આવી રહી છે. જીઆઈસી મારફતે એક સેન્ટ્રલાઇઝ્ડ નેટવર્ક બનાવવામાં આવશે જે હોસ્પિટલો અને તમામ લાઇસન્સ પ્રાપ્ત હેલ્થ અને જનરલ વીમા કંપનીઓ સાથે ઇન્ડસ્ટ્રી સ્તરનો કરાર હશે. જીઆઇ કાઉન્સિલના સભ્યો આ કરારનો ભાગ બનશે. શનાઈ ઘોષનું કહેવું છે કે, એક વખત સંપૂર્ણ પણે અમલમાં આવ્યા બાદ દરેક વીમા કંપનીના ગ્રાહકને એક જ સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કની સુવિધા મળી જશે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે હોસ્પિટલોની સામાન્ય પેનલની રચના કરવા માટે પહેલેથી જ એક સમિતિની રચના કરી છે.

આ સવાલના જવાબમાં શનાઈ ઘોષ કહે છે કે, આ પહેલથી અમે ગ્રાહકોને ઈન્ટીગ્રેટેડ સેન્ટ્રલાઈઝ્ડ કેશલેસ હોસ્પિટલ નેટવર્ક ઉપલબ્ધ કરાવી શકીશું. જે સુનિશ્ચિત કરશે કે ગ્રાહક માટે ક્લેઇમનો અનુભવ મુશ્કેલીઓથી મુક્ત હોય. જો ગ્રાહકો પાસે કોઈ વીમો છે, તો તેમની પાસે તમામ કેશલેસ હોસ્પિટલોની એક્સેસ હશે.

ઇન્ટિગ્રેટેડ સેન્ટ્રલાઇઝ્ડ કેશલેસ હોસ્પિટલ નેટવર્ક માટે ઇન્ડસ્ટ્રી લેવલ પ્રાઇસિંગ નક્કી કરવામાં આવશે. એચડીએફસી ઇઆરજીઓ જનરલ ઇન્શ્યોરન્સના રિટેલ બિઝનેસના પ્રેસિડેન્ટ પાર્થાનિલ ઘોષનું કહેવું છે કે, કેશલેસ નેટવર્કના ભાગરૂપે તમામ હોસ્પિટલો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરશે. આનાથી ખર્ચમાં ઘણો ઘટાડો થશે અને છેતરપિંડી પણ ઓછી થશે. જે સુનિશ્ચિત કરશે કે, હોસ્પિટલોમાં તબીબી સારવાર મેળવતી વખતે વાસ્તવિક ગ્રાહકોને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જનરલ કેશલેસ નેટવર્કને તમામ ઇન્સ્યોરન્સ પ્લેયર્સ એક્સેસ કરી શકે છે. તેના દ્વારા નિયામક 100 ટકા કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. એચડીએફસી એર્ગોના પાર્થાનિલ ઘોષ કહે છે કે, વર્તમાનમાં મોટા ભાગની વીમા કંપનીઓ માટે કેશલેસ ક્લેમ સેટલમેન્ટ લગભગ 65 ટકાથી 70 ટકા છે. છેતરપિંડીના કિસ્સાઓને પહોંચી વળવા અને પોલિસી હોલ્ડર માટે પોતાના ખિસ્સામાંથી થતા ખર્ચને ઓછો કરવા માટે IRDAIની સાથે વીમા કંપનીઓ કામ કરી રહી છે, જેથી 100 ટકા કેશલેસ સેટલમેન્ટ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com