ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના ૧૪થી વધુ પેપર ફૂટે ૫૦થી વધુ વખત ગેરરીતી સામે આવે અને અનેક વખત મેરીટ-પરિણામમાં ગોટાળા સામે આવ્યા છે છતાં ઇડી-સીબીઆઈ ક્યાં ? : ડૉ.મનીષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી

શું ઇડી-સીબીઆઈને ચોક્કસ રાજ્ય માટે જ વિશેષ જવાબદારી સોપાઈ છે?

અમદાવાદ

ગુજરાતમાં ડમીકાંડ, પેપરકાંડ મોટાભાગની પરીક્ષાઓમાં સામે આવે તેમ છતાં ઇડી અને સીબીઆઈ કૌભાંડીઓ-ચમરબંધીઓ પર સકંજો કસવા કેમ ગુજરાતમાં દરોડા પડતા નથી? તેવો વેધક પ્રશ્ન પૂછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પેપર ફૂટે અને રાજકીય હિસાબ ચૂકતે કરવા ચુંટણી સમયે ઇડી પહોચી જાય તો પછી ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના ૧૪થી વધુ પેપર ફૂટે ૫૦થી વધુ વખત ગેરરીતી સામે આવે અને અનેક વખત મેરીટ-પરિણામમાં ગોટાળા સામે આવ્યા છે છતાં કેન્દ્રીય એજન્સી ઇડી-સીબીઆઈ કેમ સરકારી ભરતીઓના એક પણ કૌભાંડીઓ પર રેડ કરતી નથી? શું ઇડી-સીબીઆઈને ચોક્કસ રાજ્ય માટે જ વિશેષ જવાબદારી સોપાઈ છે? રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની તલાટી, મુખ્યસેવિકા, નાયબ ચીટનીસ જેવી ૧૪થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. જુનિયર ક્લાર્ક, લોક રક્ષક દળ (LRD), વીજ સહાયક, વન સહાયક, બિન સચિવાલય સહીતના પેપરો ફૂટ્યા હતા. જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાના આવા અનેક બોલતા પુરાવા છે. ચુંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓ થકી રાજકીય રેડના મરણીયા પ્રયાસથી કઈ થશે નહિ. ઇડીની આ રાજકીય રેડ ના હોય તો હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પેપર ફૂટવા અને ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા ઇડી – સીબીઆઈ ક્યારે રેડ કરીને કૌભાંડીઓ પર સંકજો કસશે ? લાખો યુવાનો ન્યાય માટે જાણવા માંગે છે.

2014 GPSC ચીફ ઓફિસરનું પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2015 તલાટી પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2016 જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2018 TAT -શિક્ષક પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2018 મુખ્ય-સેવિકા પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2018 નાયબ ચિટનિસ પેપર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2018 LRD-લોકરક્ષક દળ ઇડી-સીબીઆઈ ક્યાં ?

2019 બિનસચિવલય કારકુન ઇડી-સીબીઆઈ ક્યાં ?

2021 હેડ ક્લાર્ક ઇડી-સીબીઆઈ ક્યાં ?

2021 DGVCL વિદ્યુત સહાયક ઇડી-સીબીઆઈ ક્યાં ?

2021 સબ ઓડીટર ઇડી-સીબીઆઈ ક્યાં ?

2022 વનરક્ષક ઇડી-સીબીઆઈ ક્યાં ?

2023 જુનિયર ક્લાર્ક. ઇડી-સીબીઆઈ ક્યાં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com