વિધાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ શૈક્ષણિક સંસ્થાઓને સાર્થક પ્રત્યનો કરવા આવશ્યક છે:આશિષ ચૌહાણ , રાષ્ટ્રીય સંગઠન મંત્રી, અ.ભા.વિ.પ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ ના કર્ણાવતી મહાનગર ખાતે એક દિવસીય પ્રવાસ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષ જી ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા. કર્ણાવતી ના ટાગોર હોલ ખાતે સમગ્ર ગુજરાત ના કોલેજ કેમ્પસ માંથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા વિધાર્થીઓ સાથે શિક્ષા , કલા ખેલ, પર્યાવરણ સંબંધિત વિષયો પર ગહન ચર્ચા તેમજ સંવાદ વિધાર્થી અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી વચ્ચે કરવામાં આવ્યો.
સમગ્ર ગુજરાત માથી લગભગ ૧૫૦ કોલેજ કેમ્પસો માથી વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે કોલેજ કેમ્પસ ના વિધાર્થી ઓ સીધો સંવાદ કરી શકે અને પોતાની જિજ્ઞાસા સમાધાન હેતુ ચર્ચા તેમજ પ્રશ્નોતરી કરી શકે. જે હેતુ થી આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
અ.ભા.વિ.પ રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષ ચૌહાણે જણાવ્યું કે, ” આ વર્ષ છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્ય અભિષેકનું 350 મુ વર્ષ છે, ભારત પ્રાચીનકાળથી જ વૈભવ સંપન્ન રાષ્ટ્ર રહ્યું છે, ભારતનો વિચાર એક જ છે. પરંતુ અલગ અલગ મત તથા પંથોને સન્માન મળ્યું છે, આ જ મતોની વિભિન્નતા ને ભારત મા સ્વીકારાઈ છે. ભારતનો વિચાર બધા જ પ્રત્યે ઉદાર રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શૈક્ષણિક પરિવારની સંકલ્પનામાં વિશ્વાસ રાખે છે. અ.ભા.વિ.પ દેશ મા શિક્ષણના સુધાર માટે પરિસરમાં સતત કાર્યરત છે. સાથે જ રાષ્ટ્રીય વિચારો પર પણ યુવાનોનું નેતૃત્વ વિદ્યાર્થી પરિષદ કરી રહી છે. આપણે સૌએ આપણા શૈક્ષણિક પરિસરોમાં સકારાત્મક ચર્ચાઓ થી પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો પડશે. આજની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓનું આજના યુવાનોએ જ પોતાના સ્થળ પર તેના સુધાર માટે પ્રયત્ન કરવા જોઈએ. જેનાથી આગામી પેઢીનુ સુખદ અસ્તિત્વ જળવાઈ રહે.”આશિષ એ વધારામાં કહ્યું કે, “વિદ્યાર્થી જીવનમાં પોતાની સમગ્ર ઊર્જા સાથે યુવાનોએ કલા, ખેલ , સેવા, પર્યાવરણ જેવા વિષયો પર એક વ્યવહારિક સમજ વિકસિત કરવી પડશે, જેનાથી આ તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિષયોમાં યુવા પરિવર્તનગામી અને સકારાત્મક શક્તિના રૂપમાં વિકસિત થઈ શકે. શિક્ષા ક્ષેત્ર માં આજ ની આવશ્યકતા ને અનુરૂપ બદલાવ થવા જોઈએ. શિક્ષા ની સાથે સાથે યુવાનો ની વિવિધ ક્ષેત્રોમા પણ રુચિ વધે તે દ્રષ્ટિએ કાર્ય કરવું જોઈએ.વિશ્વ વિદ્યાલયો ને વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ કરી શકાય તેવુ કેન્દ્ર નિર્માણ કરવાની આવશ્યકતા છે.”
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, ” અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આદરણીય શ્રી આશિષ જી ચૌહાણ આજ રોજ ગુજરાત પ્રદેશ ના કર્ણાવતી મહાનગર ના ટાગોર હોલ ખાતે સમગ્ર ગુજરાતભર માથી આવેલ વિધાર્થી તેમજ વિધાર્થી પ્રતિનિધિત્વ ની સાથે બેઠક કરી , આ બેઠક મા શ્રી આશીષજી દ્ધારા કેમ્પસ એક્ટીવીઝમ , સુલભ શિક્ષણ માટે ના પ્રયાસ , સંગઠન કાર્ય ને આગળ લઈ જવા માટે નુ માર્ગદર્શન કેમ્પસ સ્તર ના કાર્યકર્તા ઓને પ્રાપ્ત થયું. સાથે જ વિવિધ વિષયો પર ચર્ચા સત્ર, સંવાદ સત્ર, ગટ:સહ સત્ર નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મા રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદ ના વિશેષ આમંત્રિત સદસ્યત પ્રો. છગન ભાઈ પટેલ , ક્ષેત્રિય સંગઠન મંત્રી શ્રી અશ્વિનીજી શર્મા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલય સિંહ ઝાલા તેમજ પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે સાથે જ પ્રદેશ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.