આરોપી કરણ અરવિંદભાઈ ચૌહાણ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ડી.બી.બસિયાની ટીમના હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ તથા પો.કો. રવિરાજસિંહ મહીપતસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ તથા પો.કો. અરવિંદભાઇ હરદાસભાઇ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ગેર કાયદેસર ડ્રગ્સની હેરાફેરી કરતાં આરોપી કરણ અરવિંદભાઈ ચૌહાણ, ઉ.વ.૨૪, રહે. કોચરબગામ, નાનો હરીજન વાસ, રાઠોડ ભવનની બાજુમાં, એલીસબ્રીજ અમદાવાદ શહેરને તા.૨૬/૧૦/૨૦૨૩ ના રોજ મકરબા- સરખેજ રોડ અલ બુરજ ફ્લેટની સામેના ભાગે એ.એમ.સી. પ્લોટની દિવાલ પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી (૧) એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ૯૬ ગ્રામ ૩૫ મિલીગ્રામ કિ.રૂ.૯,૬૩,૫૦૦/- નો તથા (૨) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા (૩) રોકડ નાણાં રૂ.૫૦૦/- તથા (૪) એક્ટીવા નંગ-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી ૧૦,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપી વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૭૫/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. કુલ કિ.રૂ. દસ લાખ 24 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આઠ અને 22 સી 29 મુજબ નો દાખલ કરવામાં આવ્યો છે . આરોપી આ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો સાબીરહુસેન ઉર્ફે ગોટુ અલ્તાફહુસેન શેખ, રહે.કાગદીવાડ, એલીસબ્રિજ, અમદાવાદ શહેરના કહેવાથી, ભાઇજાન પટેલ રહે.કાગદીવાડ એલીસબ્રિજ અમદાવાદ શહેરએ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. તેમજ આ જથ્થો તે કોને આપનાર હતો ? વિગેરે બાબતેની આરોપીની આગળની વધુ તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર. ગોહિલ ચલાવી રહેલ છે.