સી ઈ સી નવી દિલ્હી ડાયરેક્ટર જગત ભૂષણ નડ્ડા
ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત્ત મુખ્ય મહેમાન તરિકે ઉપસ્થિત રહેશે
અમદાવાદ
સી ઈ સી નવી દિલ્હી ડાયરેક્ટર જગત ભૂષણ નડ્ડા એ જણાવ્યું હતું કે ઇ.એમ.આર.સી. – ગુજરાત યુનિવર્સિટી દ્વારા કન્સોર્ટીયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનીકેશન દ્વારા વાર્ષિક ધોરણે યોજાતો ૧૫મો પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી ફીલ્મ ફેસ્ટીવલનું તા : ૨૮ થી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૩ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમ ખાતે આયોજન થવા જઇ રહ્યું છે,આ કાર્યક્રમના તા : ૨૮/૧૦/૨૩ના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં આચાર્ય દેવવ્રત્ત, માન. રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય મુખ્ય મહેમાન તરિકે ઉપસ્થિત રહેશે. આયોજન સમિતીના પ્રતિનિધી તરીકે આ કાર્યક્રમમાં પ્રો. જગતભૂષણ નડ્ડા, ડાયરેક્ટરશ્રી, સી.ઇ.સી. નવી દિલ્હી, ડૉ. નીરજા ગુપ્તા, ચેરમેન ઇ.એમ.આર.સી. તથા કુલપતિ ગુજરાત યુનિવર્સિટી, ડૉ. સુનિલ મહેરુ, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તથા શ્રી નરેશ દવે ઇન્ચાર્જ નિયામક, ઇ.એમ.આર.સી – અમદાવાદ હાજર રહેશે.ત્રણ દિવસ ચાલનારા આ ફિલ્મ મહોત્સવમાં જુદી જુદી ૪ શ્રેણિઓમાં કુલ ૧૫ ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે દરેક શ્રેણિમા પસંદગી પામેલ ફિલ્મોને ટ્રોફી, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્ક્રીનીંગ માટે પસંદગી પામેલ દરેક ફિલ્મને સ્ક્રીનીંગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.સી.ઇ.સી. દ્વારા યોજાતા આ મહોત્સવનો હેતુ ફિલ્મ નિર્માતાઓ તથા યુવાઓમાં પર્યાવરણ, માનવ અધિકાર, વિકાસ તથા સ્વચ્છતાને લગતા જુદા જુદા મુદ્દાઓને ઉજાગર કરવા તથા તેને લગતા પ્રશ્નોના નિરાકરણ અને લોક જાગૃતિ માટે ફિલ્મો માધ્યમ તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવે તે રહેલો છે.સી.ઇ.સી. દ્વારા સૌ પ્રથમ ૧૯૯૭માં શરુ થયેલ રાષ્ટ્રીય કક્ષા સુધી સીમિત તેવા આ ફિલ્મ મહોત્સવની યાત્રા આજે આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચી છે. વાર્ષિક ધોરણે યોજાતો આ ફિલ્મ મહોત્સવ ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને મીડિયાને એકસૂત્રમાં પરોવી ફિલ્મ નિર્માણને કલાત્મક રીતે રજુ કરી દર્શકોમાં સમાનતા, નૈતિક્તા, ઇકોલોજી અને સ્વચ્છતાના શૈક્ષણીક પાસાઓને જોડતુ એક પગલું છે.
આ વર્ષે મહોત્સવ માટે ૭૪ અરજીઓ આવેલ જેમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનો પણ સમાવેશ થયેલ. સીઈસી વિવધ સામાજિક થીમ પર આઇસીટી આધારિત પર્યાવરણ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ અંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું સક્રિય પણે આયોજન કરે છે, જેથી દર્શકો અને સર્જકોનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે.
કંસોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન ઐ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું ઇન્ટર- યુનિવર્સિટી સેન્ટર છે જે મલ્ટીમીડીયા રીસોર્સ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમોથી પ્રસારિત થતી શૈક્ષિણક સામગ્રી તૈયાર કરી ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતોને મદદરૂપ થવાનું કાર્ય કરે છે.સીઈસીનું વિઝન દેશમાં ઉચ્ચ શિક્ષણની સુલભતા વધારવાનું છે. વિડિયો લેક્ચર્સ શૈક્ષિણક કાર્યક્રમો સ્વરૂપમાં સાઈન લેંગ્વેજ સક્ષમ કન્ટેન્ટ વિકસાવીને દિવવ્યાંગોને, ખાસ કરીને શ્રવણશક્તિ ન ધરાવતાં લોકોને સશક્ત બનાવવાની શરૂઆત કરી છે, જેથી આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરીયાત પણ સંતોષી શકાય.સીઈસીના માસિવ ઓપન ઓનલાઇન કોર્સિસ (મૂક્સ) શૈક્ષિણક સામગ્રીને ગમે ત્યારે, ગમે ત્યાં ઉપલબ્ધ કરાવવા માટે વિકસાવવામાં આવી રહ્યા છે. વધુમાં, ડિજિટલ શિક્ષણમાં સીઈસીની કુશળતાને માન્યતા આપીને શિક્ષણ મંત્રાલયે સીઈસીને એનઇપી ૨૦૨૦માં ભલામણ કર્યા મુજબ માતૃભાષા પ્રમોશન ડ્રાઇવ હેઠળ તેના સંપૂર્ણ ડિજિટલ શૈક્ષિણક ભંડારને ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરવાની જવાબદારી સોંપી છે.