આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે છે. ત્યારે સનાતન ધર્મમાં લગ્નને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જે માટે પણ શુભ સમયની શોધ કરવામાં આવતી હોય છે.
હાલ ચાતુર્માસના કારણે લગ્ન સહિતના કાર્યોના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે.જોકે હવે દેવઉઠની એકાદશી આવી રહી હોવાથી આ બાદ લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. એકાદશી 23 નવેમ્બરે ઉજવાશે.માન્યતા મુજબ વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની ઊંઘની મુદ્રામાંથી ઉઠે છે.
કાશીના જ્યોતિષના જણાવાયા અનુસાર વાત કરીએ તો દેવઉઠની એકાદશી અને તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝનનો પ્રારંભ થાય છે. જેના મુહૂર્તમા દેવઉઠની એકાદશી એટલે કે 23મી નવેમ્બરથી લગ્નનો શુભ મુહૂર્ત શરૂ થઈ રહ્યો છે. વધુમાં 24 નવેમ્બર લગ્ન માટે સારો યોગ છે. વધુમાં 25મી નવેમ્બર પણ લગ્નનું શુભ મુહૂર્ત છે. બાદમાં 27 નવેમ્બર, 28 નવેમ્બર અને નવેમ્બર મહિનાનો છેલ્લો શુભ સમય 29 તારીખે પણ જોવા મળી રહ્યો છે. આમ નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે. ત્યારબાદ આ વર્ષના અંતિમ મહિનામાં પણ લગ્નના સારા મુહૂર્ત જોવા મળી રહ્યા છે.
હિંદુ કેલેન્ડર મુજબ વાત કરવામાં આવે તો 22 નવેમ્બરે રાત્રે 11:03 વાગ્યાથી શરૂ થઈ રહી કાર્તિક એકાદશી તિથિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે 23 નવેમ્બરે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ મુજબ દેવઉઠની એકાદશી 23 નવેમ્બરે ઉજવશે અને દિવસે જ ચાતુર્માસ સંપન્ન થશે.