ભારતનું રાસ્ટ્રીયપક્ષી મોર, ત્યારે ધ્વારકાધીશ એવા કૃષ્ણનું પણ લાડકું વાહક જ ગણાય છે, ત્યારે ખીસકોલીને પણ રામે હાથ ફેરવેલો છે. આજના યુગમાં સર્વે જીવોને જન્મ આપનારા કુદરતની નિરા નિરાલી છે. મોર, અને ખીસકોલી જે ચણ નાંખ્યું છે તે બંને સાથે ખાય છે, ત્યારે હું મોટો, તું નાની, એ આ પક્ષી, પશુઓમાં નથી હોતું, ત્યારે મનુષ્યમાં જમવા બેસતા પણ પોતાની નાની કક્ષાનો માણસ હોય તો તેની સાથે બેસતો નથી, બાકી જન્મ, મરણ બધાનું સરખુ જ છે. કોઈ લઈને જવાનું નથી, આજે દેશમાં સૌથી વધારે પૈસાદાર બનવાની દોટ લાગી છે. પણ ભાઈ, પૈસાદાર કરતાં કઈક આ દેશ, પશુ, પક્ષીઓ, અબોલ જીવો માટે કઈક કરશો તો લેખે લાગશે, બાકી સાત પેઢીનું ભેગું કરવાવાળા કશું લઈને ગયા નથી, ત્યારે આ તસવીરમાં અબોલ જીવને છે, કોઈ ટેન્શન? ક્યાથી હોય? કેમ હોય? લુચ્ચાઈ, હડપી લેવું, ખાવા ન દેવું, હું ખાઈ લઉં, આ દંભી વાતો મનુષ્યમાં રહેલી છે. ત્યારે તસવીરમાં મોટો મોર અને નાની ખીસકોલી બંને જોડે જમી રહ્યા છે, તે માનવી માટે ઘણું જ બધુ કહી જાય છે.