રિવરફ્રન્ટ ખાતે ફાયરીંગ તેમજ વિરમગામમાં  પુરૂષની અર્ધ બળેલ લાશ એમ બંને હત્યાની મિસ્ટ્રી ઉકેલી હત્યા તેમજ આત્મ- હત્યાના બનાવનો ભેદ ઉકેલતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર જે.એચ.સિંઘવની ટીમના પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા ટીમના એ.એસ.આઈ, જયેશ ધર્મરાજ તથા એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ રાયસિંહ તથા હે.કો. ઈમરાનખાન અબ્દુલખાન તથા હે.કો. અખિલેશકુમાર જગર્દીશ તથા હે.કો. રાકેશસિંહ ધર્મેન્દ્રસિંહ તથા હે.કો. ચંદ્રસિંહ લાખુભા તથા પો.કો. અલ્પેસભાઈ વાઘુભાઈ તથા પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદ તથા પો.કો. રોનકસિંહ સુરેશભાઈ તથા પ્રવિણભાઈ કનુભાઈ નાઓ દ્વારા અમદાવાદ શહેર રિવરફ્રન્ટ ખાતે બનેલ ફાયરીંગમાં થયેલ હત્યાના ગુનાના આરોપીની તપાસમાં હતાં. દરમ્યાન સાથેના એ.એસ.આઈ. જયેશ ધર્મરાજ તથા પો.કો. અલ્પેસભાઈ વાઘુભાઈને મળેલ સંયુક્ત બાતમી હકીકત આઘારે ઘાટલોડીયા બ્રીજ પાસેથી યશ રાજેશભાઈ રાઠોડ ઉવ.૨૩ રહે, ૨૩, ઈશ્વરકાકાનગર, એચ.પી. પેટ્રોલપંપની ગલી, ઉમીયા હોલની પાસે, ચાંદલોડીયા, ઘાટલોડીયા અમદાવાદ શહેરને હત્યા અનુસંધાને પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતાં તેણે અને સ્મિત ગોહિલે તેના મિત્ર રવિન્દ્ર લુહારની વિરમગામ તાલુકાના હાંસલપુર ગામની સીમમાં પૈસાની લેતી દેતી બાબતમાં પિસ્તોલથી ફાયરીંગ કરી તેમજ શરીર ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ મરણ જનારની ઓળખ ન થાય તે માટે જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગાવી ખુન કરેલ હોવાની હકીકત જણાવેલ. જે અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતાં ૧૧૧૯૨૦૬૦૨૩૦૫૭૨/૨૦૨૩ ઈપીકો કલમ ૩૦૨, ૨૦૧, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાની હકીકત પ્રાપ્ત થયેલ. જે અનુસંધાને વધુ પુછપરછ કરતાં સ્મિત ગોહિલ અને યશ રાઠોડ બંને જણાએ નંબર વગરની હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાં બંનેના મિત્ર મરણ જનાર રવિન્દ્ર ભુરાભાઈ લુહાર પાસેથી સ્મિતે ગોહિલે ૨ લાખ રૂપીયા ઉછીના લીધેલા હતા. જે રૂપીયાની રવિન્દ્ર લુહાર અવાર નવાર ઉઘરાણી કરતો હોય, જેથી આ રવિન્દ્ર લુહારની હત્યા કરવાનું સ્મિત ગોહિલ અને યશ રાઠોડ બંને જણાએ નક્કી કરેલ. જે હત્યા કરવા માટે મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી દેશી બનાવટની પિસ્તોલ તથા કારતુસ ખરીદ કરી લાવેલ. બાદ અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસેથી આઈ-૨૦ કાર ભાડેથી લાવી કારની નંબરો પ્લેટો કાઢી નાખી તેમજ કાળા કાચ કરાવી અગાઉ નક્કી કર્યા મુજબ રવિન્દ્ર લુહારને બોલાવી તેના રૂપીયા હાંસલપુર ખાતે એક ભાઈ પાસેથી લઈને આપવાનું કહી તે કારમાં સ્મિત ગોહિલ અને યશ રાઠોડ તેમજ રવિન્દ્ર લુહારને બેસાડી સોકલીગામની નજીક આવેલ નર્મદા કેનાલ પાસે લઈ જઈ ગાડી ઉભી રાખી ત્રણેય જણા નીચે ઉતરેલ દરમ્યાન રવિન્દ્ર લુહાર પેશાબ કરવા બાજુમાંખુલ્લીજગ્યામાંજતાં અગાઉથી હત્યા કરવાના ઈરાદે લાવેલ પિસ્તોલ કાઢી સ્મિત ગોહિલે રવિન્દ્ર લુહારને પાછળથી માથાના ભાગે ફાયરીંગ કરી ગોળી મારતાં નીચે ઢળી પડેલ તેમ છતાં રવિન્દ્ર લુહાર જીવીત હોવાથી સ્મિત ગોહિલે કારમાંથી ચપ્પુ કાઢી રવિન્દ્ર લુહારને શરીરે ગંભીર ઈજાઓ કરી મૃત્યુ નિપજાવી યશ રાઠોડએ અગાઉથી લાવેલ પેટ્રોલ મરણ જનાર રવિન્દ્ર લુહારની લાશ ઉપર છાંટી દિવાસળીથી સળગાવી ત્યાંથી પરત અમદાવાદ ઘરે આવેલા.

બાદ મરણ જનાર રવિન્દ્ર લુહાર મળી આવતો ન હોય તેના સગા સબંધીઓ તથા મિત્રો તેની શોધખોળ કરતા હોય, તેમાં આ સ્મિત ગોહિલ તેમજ યશ રાઠોડ પણ શોધખોળમાં જોડાયેલા. દરમ્યાન રવિન્દ્ર લુહારના ઘરની આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ આરોપીઓ પોતે પણ ચેક કરતાં હોય સ્મિત ગોહિલ મરણ જનાર રવિન્દ્ર લુહાર સાથે કોઈ એક જગ્યાએ સી.સી.ટી.વી.ફુટેજમાં દેખાઈ આવેલ હોવાની શંકા થતાં અને તેના મિત્રો પણ આ રવિન્દ્ર ગુમ થયાની ચર્ચાઓ થતાં સ્મિત ગોહિલ પોતે પકડાઈ જશે તેવી પોતાને દહેશત હોય, જેથી તેણે યશ રાઠોડને જણાવેલ કે, રવિન્દ્ર લુહારના ખુન કેસમાં આપણુ નામ ખુલી જશે. સી.સી.ટી.વી. ફુટેજમાં તેને આપણે લઈ જઈએ છીએ તેવુ કયાંક દેખાઈ જવાની શક્યતા હોય, જે ખુન બાબતે સ્મિત રાઠોડ ચિંતીત હોય અને મરણ જનાર રવિન્દ્ર લુહારના પરીવારજનો મિત્રો રવિન્દ્રના ગુમ થવા બાબતે તપાસ તજવીજ વધુ કરતાં હોય જેથી સ્મિત ગોહિલ ખુબ જ ચિંતામાં આવી ગયેલ હોય અને હવે પોતાને આ રવિન્દ્રના ખુન કેસમાં પકડાવા સિવાય છુટકો ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલ હોય, જેથી યશ રાઠોડને રાખવા માટે આપેલ પિસ્તોલ લઈ ત્યાંથી નીકળી ગયેલ. ત્યારબાદ બીજા દિવસે સ્મિત ગોહિલની પણ રિવફ્રન્ટ ઉપર પોતાની જાતને ખુન કેસમાં પકડાઈ જવાના ડરથી પિસ્તોલ વડે ફાયરીંગ કરી મરણ ગયેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે.આ યશ રાજેશભાઈ રાઠોડની પુછપરછ મુજબ બનાવના સ્થળથી સાબરમતી નદી નજીકમાં હોય અને યશ રાજેશભાઈ રાઠોડની કબુલાત તેમજ બનાવની પરિસ્થિતિ જોતાં સદરહું બનાવ પણ હત્યાનો નહીં પરંતુ આત્મહત્યાનો હોઈ શકે? જો આત્મહત્યા હોય તો મરણ જનારએ પોતાની જાતને પિસ્તોલ વડે ફાયરીંગ કરી આત્મહત્યા કરેલ હોય જેથી પિસ્તોલ બનાવની નજીકમાં

જ હોવી જોઈએ જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસને સાથે રાખી તપાસ કરતાં નદીમાંથી પિસ્તોલ મળી આવેલ. જેથી આરોપી યશ રાજેશભાઈ રાઠોડને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પાર્ટએ ગુર.નં. ૧૧૧૯૨૦૬૦૨૩૦૫૭૨/૨૦૨૩ ઈપીકો કલમ ૩૦૨, ૨૦૧, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાતેમજ રીવર ફ્રન્ટ વેસ્ટ પો.સ્ટે. ગુ.ર નં-૧૧૧૯૧૦૪૯૨૩૦૦૮૬/૨૦૨૩ઈપીકો કલમ ૩૦૨અને આર્મ એક્ટ કલમ -૨૫(૧) (એ),૨૭(૧),૨૭(૩) મુજબનો ગુનો શોધી કાઢી ખરેખર બનાવ ખૂન નો નહી પરંતુ આત્મ હત્યા નો બનાવ બનવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com