અમદાવાદ
ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓક્ટોબર-૨૦૨૩ દરમ્યાન ૫,૨૧૬ કરોડની આવક થયેલ છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત ૫૦૦૦ કરોડને પાર રહેલ છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૭ માસમાં રાજ્યને જીએસટી હેઠળ ૩૭,૨૧૬ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક ૩૧,૧૭૧ કરોડ કરતા ૧૯%નો વધારો સૂચવે છે.ઓક્ટોબર-૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ ૨,૬૧૫ કરોડની આવક થયેલ છે. આમ, રાજ્યને ઓક્ટોબર-૨૦૨૩ ના માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ ૭,૮૩૨ કરોડની આવક થયેલ છે.ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ૬૪,૮૧૬ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના ૬૧% છે.