SVPI એરપોર્ટ પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ , પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

Spread the love

અમદાવાદ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.

SBD સુવિધા બેગેજ ડ્રોપ-ઓફના વેઈટીંગમાં ઘટાડો કરશે. તે પ્રતિ મિનિટે ત્રણ જેટલા મુસાફરોને સગવડ પૂરી પાડવાની સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત ચેક-ઇન અનુભવ પ્રદાન કરશે. અમદાવાદ એરપોર્ટ બે સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીન સ્થાપિત કર્યા છે, જેનાથી મુસાફરો ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.SBD સેવાનો ઉપયોગ કરતા પહેલા મુસાફરોએ સેલ્ફ-ચેક-ઇન કિઓસ્ક પર તેમના બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. ચેક-ઇન સામાનને ટેગ કર્યા પછી મુસાફરો SBD સુવિધા પર આગળ વધી શકે છે, જ્યાં તેઓ તેમના બોર્ડિંગ પાસને સ્કેન કરવામાં આવશે. જો બેગમાં કાંઈ વાંધાજનક સામાન ન હોય તો તે આપોઆપ સોર્ટીંગ એરીયામાં સ્થાનાંતરિત થઈ જશે અને રસીદ જનરેટ કરશે.

હાલમાં ઈન્ડિગોના મુસાફરો માટે ડોમેસ્ટિક ટર્મિનલ T-1ના ડિપાર્ચર ચેક-ઈન હોલમાં SBD સુવિધા ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે અન્ય એરલાઇન્સમાં પણ લાવવામાં આવી શકે છે.

સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

1. સેલ્ફ ચેક-ઇન કિઓસ્ક પર બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ્સ જનરેટ કરો. ઑનસ્ક્રીન સૂચનાઓને અનુસરીને સંબંધિત વિગતો દાખલ કરો,

2. તમારો બોર્ડિંગ પાસ અને સામાન ટેગ થઈ જાય પછી SBD કાઉન્ટર પર આગળ વધો. અહીંના સ્કેનર પર બોર્ડિંગ પાસ સ્કેન કરવો આવશ્યક છે.

3. તમારા સામાન સાથે ટેગ સુરક્ષિત રીતે જોડો. ખાતરી કરો કે ટેગ દૃશ્યમાન હોય અને જરૂરી માહિતી સાથે ચિહ્નિત થયેલ છે. જો તમારી પાસે નાજુક બેગ હોય, તો તેને મશીનની નજીકના સામાનના ટબમાં મૂકો. SBD સુવિધા પહેલાથી જ ટબના વજનને માપાંકિત કરી ચૂકી છે, તેથી વજનની ચિંતા કરવાની જરૂર નથી.

4. મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા આવશ્યક સુરક્ષા માપદંડ તરીકે તમારો સામાન પ્રતિબંધિત અથવા ખતરનાક વસ્તુઓથી મુક્ત હોવાનું જાહેર કરો.

5. સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસરી તમારા સામાનને નિયુક્ત બેલ્ટ પર લોડ કરો.

6. આ પગલાંઓ અનુસર્યા બાદ એક રસીદ જનરેટ થશે જે SBD મશીનમાંથી લેવાની જરૂર છે.

સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમ એક અત્યાધુનિક ટેક્નોલોજી છે જે સીમલેસ પેસેન્જર અનુભવને સુનિશ્ચિત કરી સમય બચાવે છે. અમદાવાદ એરપોર્ટ મુસાફરોના અનુભવને સુધારવાની સાથે સુવિધાઓ અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા સમર્પિત છે. સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાની શરૂઆત સાથે અમદાવાદ એરપોર્ટ નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com