અમદાવાદ
કણભા પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ એક ટેલીફોન વર્ધી મળેલ કે, મરણ જનાર મીત્તલબેન વા/ઓ કીશનભાઇ રાજુભાઇ જાતે ડાભી ઉ.વ.રર રહે.ભુલાવત,તાબે કુહા ગામ તા,દસ્ક્રોઇ જી.અમદાવાદ નાનીને તેની સાસરીમાં તેના ઘરે કુહા ગામે પાણીની કુંડી પાસે ઇલેકટ્રીક શોર્ટ લાગતા પાણીની કુંડીમાં પડી જવાથી માથાના ભાગે ઇજા થવાથી મરણ ગયેલ વિગેરે મતલબની માહીતી મરણ જનારના પિયરપક્ષના માણસો પાસેથી મળતા મરણ જનારનો લગ્ન ગાળો છ માસ જેટલો હોય અમો ના.પો.અધિ. નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ, સાણંદએ આ કામની તપાસ સંભાળી લીધેલ અને મરણજનારની લાશ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલ હોય લાશનુ પેનલ ડોક્ટરથી પી.એમ કરાવી મોતનુ પ્રાથમિક કારણ જોતા માંથામાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયેલ હોવાનું લખાઈ આવેલ અને ઈલેકટ્રીક શોકના કોઈ ચિહનો જણાયેલ નહીં જેથી સદર સ્ત્રીનુ મોત માંથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નિપજાવેલ હોવાનું તપાસમાં જણાતા મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંઘ સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકી અમીત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના અને માર્ગદર્શન મેળવી,
આ કામે મરણજનારના સાસરીપક્ષના સભ્યોની ઝીણવટભરી રીતે પુછપરછ કરી તેમજ ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા જાણવા મળેલ કે,મરણ જનારના પતિ કીશનભાઈના પ્રથમ લગ્ન ભાવનાબેન સાથે લગ્ન કરેલ હતા અને પતિ પત્નીને મનમેળ ન આવતો હોય ભાવનાબેન હાલમાં પોતાના પિયર ચિસકારી તા.દહેગામ ખાતે ઘરે બેઠેલા હતા અને ભાવનાબેનના પિતા ગુજરી ગયેલ હોય તેમના પિતાના નામે આવેલ સાત વીઘા જેટલી જમીનમાં વારસદાર તરીકે ફક્ત બે દિકરીઓ ભાવનાબેન તથા તેમની બહેન આવતી હોય અને ભાવનાબેન કુહા ગામે તેના પતિના ઘરે આવવા તૈયાર હોય પરંતુ તેનો પતિ કીશન તેડી લાવેલ નહી અને મરણજનાર મિતલબેન સાથે કીશનભાઈએ પ્રેમલગ્ન કરી લીધેલ અને મિતલબેનને પોતાના ઘરે લઇ આવેલ જેથી કીશનભાઈની માતા વિણાબેનને પસંદ ન હોય તથા મરણજનાર મિતલબેન તથા વિણાબેનને ઘરમાં ઝગડાઓ થતા હોવાનુ જાણવા મળેલ જેથી મરણ જનારની સાસુ વીણાબેન ઉપર શક જતા સાસુ વિણાબેનને યુક્તિપ્રયુકતીથી સવાલો કરી પુછપરછ કરતા વીણાબેન ભાંગી પડતા ગુન્હાની કબુલાત કરેલ જેમાં જાણવા મળેલ કે,મરણજનાર મીત્તલબેન વા/ઓ કીશનભાઇ રાજુભાઇ ડાભી પોતાના દિકરાની વહુ થતી હોય અને લગ્ન વખતે કંઇ કરીયાવર લાવેલ ન હતી અને કીશનભાઈના પ્રથમ લગ્ન થયેલા જેમાં તેની સાસરીમાંથી સોનાની ત્રણ લગડીઓ કરીયાવર આપેલ હોવાથી જે કરીયાવર પાછુ આપવું ના પડે તેમજ તેની પ્રથમ પત્નીની સાસરીમાં આવેલ સાત વીઘા જમીન પોતાના દિકરાને મળે તેવી લાલચ રાખી મરણ જનાર મિત્તલબેનને યેનકેન પ્રકારે ઘરમાંથી કાઢી મુકવા માટે કરીયાવરની માંગણી કરી ઝગડાઓ કરેલા અને ગઈ તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ બપોરના સમયે જમવાનુ નહીં બનાવવાના બહને ઝગડો કરી મરણજનારનુ ઘરમાંથી કાસળ કાઢી નાંખવાનું નક્કી કરી મરણજનાર મીત્તલબેનને માથાના પાછળના ભાગે ઈંટો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી પાણીની કુંડીમાં ધકકો મારી કુંડીમાં નાખી ઇલેકટ્રીક મોટર પાણીની કુંડીમાં નાંખી મોટર ચાલુ કરી મોત નીપજાવેલ હોવાની હકીકત જણાવેલ હોય ખરેખર મરણ જનારનું મોત ઇલેકટ્રીક શોર્ટ લાગવાથી નહીં પરંતુ માંથાના ભાગે ઇંટો મારવાથી થયેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ હોય કણભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૦૨૩૦૭૨૧/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૦૨,૪૯૮(ક), તથા દહેજ પ્રતિબંધ ધારા કલમ ૩,૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી આરોપી વિણાબેન વા/ઓ રાજેશભાઇ ફુલાજી ડાભી રહે.ભુલાવત તાબે કુહાગામ તા.દશકોઇ જી.અમદાવાદ નાઓને પકડી પાડી હત્યારી સાસુને જેલના હવાલે કરેલ છે.
આ કામગીરીમાં કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) નિલમ ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ સાણંદ (૨) જે.યુ.કલોત્રા પોલીસ સબ ઇન્સ્પેકટર કણભા પો.સ્ટે.(૩) જે.એમ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી શાખા અમદાવાદ ગ્રામ્ય (૪) આર.બી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી શાખા અમદાવાદ ગ્રામ્ય તથા (એલ.સી.બી સ્ટાફ) (૫) એ.એસ.આઇ કલ્પેશભાઇ દિનેશભાઇ બ.નં.૧૧૭૪ (૬) વુ.એસ.આઇ જયોત્સનાબેન જીવાભાઇ અ.નં.૧૦૬૭ (૭) અ.હે.કો ગોવિંદભાઇ રામાભાઇ બ.નં. ૧૦૯૯ તથા સર્વેલન્સ સ્ટાફ (૮) અ.હે.કો અજીતકુમાર મુળજીભાઇ બ.નં.૧૧૦૦ (૯) વુ.હે.કો.ચેતનાબેન પ્રહલાદભાઇ બ.નં.૭૨૭ (૧૦) વુ.હે.કો મીનાક્ષીબેન મહેન્દ્રભાઇ બ.નં.૫૯૨ (૧૧) અ.હે.કો અરવિંદભાઇ (SDPO કચેરી સાણંદ)