ગાંધીનગર ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખ મહેશ સિંહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કર્મચારીઓને મોંઘવારી વધતાં મોંઘવારી ભથ્થુ 4% તાત્કાલિક અસરથી મુક્ત કરવા માંગણી કરી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં સિંહે જણાવ્યું છે કે એક સાત-23 થી આ ભથ્થુ મળવાપાત્ર છે અને સરકારે આ દિશામાં ઝડપથી નિર્ણય લઇ કર્મચારીઓને દિવાળીની ભેટ આપવી જોઈએ. રાજ્ય સરકારે ગઈકાલે વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કર્યા પછી સિંહે આ પત્ર પાઠવી અને માંગણી કરતા હવે આગામી કેબિનેટમાં આ અંગે નિર્ણય લેવાશે તેમ સચિવાલયના સૂત્રોનું કહેવું છે. સરકાર આ ભથ્થુ હપ્તા વાર આપે છે કે પછી એરિયર સાથે ચૂકવશે તેના ઉપર કર્મચારીઓની નજર મંડાયેલી છે.