રિવફ્રન્ટ ફાયરિંગ: હત્યા અને આત્મહત્યા પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું કારણ સામે આવ્યું

Spread the love

વિરમગામ સોકલી પાસેથી અર્થ બળેલ હાલતમાં મળી આવેલા મૃતદેહ બાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરીંગના બનાવવામાં સામ્યતા જોવા મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં બંને ગુનાનો ભેદ ઉકેલાયો છે, અને ગણતરીના કલાકોમાં એક હત્યાના અને બીજી આત્મહત્યા કેસની મિસ્ટ્રી ઉકેલાઇ છે. હત્યા અને આત્મહત્યા પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું કારણ સામે આવ્યું છે. જોકે હાલ હત્યા બાદ આરોપી મિત્રની ધરપકડ બાદ હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આરોપી યસ રાઠોડ છે. જે વિરમગામ માં થયેલી રવિન્દ્ર લુહાર હત્યા બાદ અમદાવાદના રિવરફ્રન્ટમાં બનેલા સ્મિત ગોહિલ મોતના બનાવનો ભેદ ઉકેલાયો છે. આ બન્ને બનાવમાં આરોપી અને હકીકતનો સાક્ષી પણ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી યશ રાઠોડને પકડી લઈ પૂછપરછ કરતા હત્યા અને આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. જો બનાવની હકીકત જાણીએ તો તાજેતરમાં જ વિરમગામ સોકલી ગામની સીમમાંથી અર્ધ બળેલી હાલતમાં મળી આવેલા મૃતદેહમાં રવિન્દ્ર લુહાર નામના વ્યક્તિની હત્યા તેના જ મિત્ર સ્મિથ ગોહિલ અને પકડાયેલા આરોપી યશ રાઠોડ દ્વારા કરવામાં આવી હોવાનું ખુલાસો પણ થયો. એટલું જ નહીં સોકલી નર્મદા કેનાલ નજીકથી મળી આવેલા રવિન્દ્ર લુહારના મૃતદેહને પેટ્રોલથી સળગાવી દેવાનો પ્લાન સ્મિત ગોહિલ અને યશ રાઠોડનો હોવાનું ખુલ્યું છે. આમ તો ત્રણેય મિત્રો હતા પરંતુ અગાઉ સ્મિતે રવિન્દ્ર પાસેથી રૂ.2 લાખ ઉછીના લીધા હતા જેની રવિન્દ્ર કડક ઉઘરાણી કરતા સ્મિત અને તેના મિત્રએ રવીન્દ્રનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાન બનાવ્યો. જે હત્યા કરવા માટે મધ્યપ્રદેશના ભીંડમાંથી દેશી બનાવટની પિસ્તોલ પણ ખરીદી હતી. બાદમાં જોધપુર ગામ પાસેથી i20 કાર ભાડે લઈ રવિન્દ્ર લુહારને હાંસલપુર ખાતે પૈસા આપવાનું કહીને બોલાવ્યો હતો. જ્યાં રવિન્દ્ર લુહાર કારમાં આવતા સ્મિત ગોહિલ અને યશ રાઠોડ સોકલી નજીક નર્મદા કેનાલ પાસે લઈ જઈ લઘુ શંકા કરવાના બહાને ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી પ્લાનિંગ મુજબ માથાના ભાગે રવિન્દ્રને ગોળી મારી હતી. પરંતુ રવિન્દ્ર સ્થળ ઉપર જીવતો હોવાથી યસ રાઠોડ એ અને સ્મિતે તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે રવિન્દ્રની ઓળખ ન થાય તે માટે સ્મિત અને યસ અગાઉથી કરેલા પ્લાનિંગ મુજબ પેટ્રોલથી મૃતદેહને સળગાવી અમદાવાદ નાસી છૂટ્યા હતા. મહત્વનું છે કે આરોપી યશ રાઠોડની ધરપકડ બાદ પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે વિરમગામ પાસે રવિન્દ્રની હત્યા કરી સ્મિત અને યશ રાઠોડ ભાગી આવ્યા હતા. પરંતુ તે હત્યા કેસમાં નામ ન ખુલે તે માટે મૃતકના પરિવારજનો સાથે સીસીટીવી ફૂટેજ જોવા માટે પણ સ્મિથ સાથે રહેતો. પણ એકાદ ફૂટેજમાં સ્મિત હોવાની આશંકાને પગલે પોતે આરોપી બનશે માટે હથિયાર સ્મિત લઈ ગયો અને રિવરફ્રન્ટ પર આવી પોતે જ હથિયારથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં સ્મિતે તેની મહિલા મિત્રને પણ વોટ્સેપથી આ બાબતે જાણ કરી હોવાના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com