હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્રગ વિભાગના અધિકારીએ એજન્સીના માલિક સહિત ચાર સામે ફરિયાદ નોધાવી

Spread the love

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક મેડીકલ એજન્સીમાં 11 દિવસ પહેલા રાત્રિના સમયે ગુજરાતના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. જેમાં નકલી દવા મળી આવી હતી. જેના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્રગ વિભાગના અધિકારીએ એજન્સીના માલિક સહિત ચાર સામે ફરિયાદ નોધાવી છે. તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં 11 દિવસ પહેલા બુધવારની રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ડ્રગ વિભાગના 15થી વધુ અધિકારીઓનો કાફલો બસ સ્ટેન્ડથી ગીરધરનગર તરફ જવાના માર્ગ પર આવેલી કોમન જેનેરીક્સ દવાઓના હોલસેલ વેપારીની આશાપુરા મેડીકલ એજન્સીમાં દરોડો પાડ્યો હતો.

જે કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.જેમાં તપાસ દરમિયાન મેડીકલ એજન્સીમાંથી અલગ અલગ ડ્રગ એજીથ્રોમાઈસીન સહિતની વિવિધ પાચ બ્રાંડની દવાઓનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. બીજી તરફ એજન્સીના માલિક પણ હાજર નહિ હોવાને લઈને તપાસમાં સહકાર નહિ મળતા અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શંકાસ્પદ દવાઓના સેમ્પલને ટેસ્ટીંગ માટે લેવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રોજકામ કરેલી કાગળની નોટીસ દુકાન બંધ કરીને તેની પર ચોટાડવામાં આવી હતી અને શટરના બંને તાળાનું સીલીંગ કરવામાં આવ્યું હતું. 11 દિવસ બાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા પ્રવર ઔષધ નિરીક્ષક, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી કે.વી.પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ હિંમતનગરની આશાપુરા મેડીકલ એજન્સીના માલિક, દવા વેચનાર અને સુરતથી દવા આપનારા મળી ચારેય જણાએ પૂર્વ આયોજિત કાવતરું રચીને બનાવટી ભેળસેળ અને ઉત્પાદનના માન્ય પરવાના ન ધરાવતી દવાઓનું ગેર કાયદેસર ઉત્પાદન, ખરીદી, સંગ્રહ અને વેચાણ કરી જાહેર જનતાના આરોગ્યને આ દવાનો ઉપયોગ કરવાથી જીવન અને વ્યક્તિગત સલામતી જોખમમાં મૂકી ઈજા પહોંચાડવાના બદઈરાદાથી મેડીકલ એજન્સીના માલિક હરેશકુમાર ઠક્કરે સુરતના વિશાલ ગાંધી પાસેથી બનાવટી ભેળસેળયુક્ત દવાઓ મંગાવી ખરીદ બિલ વગર ખરીદ કરી પોતાની આશાપુરા મેડીકલ એજન્સી નામની દુકાનમાં ગેરકાયદેસર વેચાણ સારું સંગ્રહ કરી હિંમતનગરના જ્યોતિષ ત્રિવેદી અને મૃગેશ ઠક્કર મારફતે જાહેર જનતાના આરોગ્ય સાથે છેતરપીંડી કરી વેચાણ કરતા હતા.આ અંગે તપાસ કરનારા SOGના PSI કે.વી.ખાંટએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફૂડ વિભાગ દ્વારા ફરિયાદ આપતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર સામે ગુન્હો નોંધાયો છે. પંચનામામાં પાંચ બ્રાંડની દવાઓના બોક્ષ રૂ 23.95 લાખનો બનાવટી અને ભેળસેળ જથ્થો મળી આવ્યો છે. આ દુકાનને ફૂડ વિભાગ દ્વારા સીલીંગ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com