ગાંધીનગરમાં રહેતા નિવૃત એરફોર્સ અધિકારીના રૂ. 25 લાખ ભાવનગર પહોંચ્યા પણ કેનેડા ના પહોંચ્યા

Spread the love

ગાંધીનગરમાં રહેતા નિવૃત એરફોર્સ અધિકારીના કેનેડામાં રહેતા ભાઈને ડોલરમાં પૈસા ચૂકવી આપવાનો વિશ્વાસ કેળવી બે શખ્સોએ આંગડિયા પેઢી મારફતે 25 લાખ મંગાવીને છેતરપિંડી આચરવામાં આવતાં સેક્ટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર – 3/સીમાં રહેતા બિપીનભાઈ પ્રજાપતિ એરફોર્સમાંથી જુનિયર કમિશન ઓફિસર તરીકે નિવૃત થયા છે. જેમનો નાનો ભાઇ ગીરીશકુમાર શંકરલાલ પ્રજાપતિ તેના પરીવાર સાથે છેલ્લા વીસ વર્ષથી કેનેડા ખાતે રહે છે. જેમણે બિપીનભાઈનાં સંતાનોનાં લગ્ન પ્રસંગે મદદ કરી હતી. જેથી તેને કેનેડામાં પૈસાની જરૂરીયાત પડતાં બિપીનભાઈ પાસે માંગણી કરી હતી.

કેનેડા રહેતા ગિરીશભાઈને વોટસેપ – ફેસબુક ગ્રુપ મારફતે ત્યાંના પ્રિયાંક જોગાની સાથે સંપર્ક થયો હતો. જેણે ભારતમાં 25 લાખ રોકડા આપો તો કેનેડામાં ડોલર ચૂકવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને પ્રિયાંક જોગાનીએ ભારતમાં પૈસા ચૂકવવા માટે ભાવનગરનાં કુલદીપ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર ગિરીશભાઈને આપ્યો હતો.

ત્યારબાદ ગિરીશભાઈએ આપેલા નંબરના આધારે બિપીનભાઈએ ભાવનગરના કુલદીપ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જેનાં કહેવા મુજબ બિપીનભાઈએ સેકટર – 3 ની આંગડીયા પેઢી મારફતે રૂ. 25 લાખ ભાવનગર મોકલી આપ્યા હતા. જેનાં કન્ફરમેંશન માટે કુલદીપે મેસેજ પણ કર્યો હતો. જો કે, સમયસર કેનેડામાં ડોલર ચૂકવવામાં આવ્યા ન હતા.

આથી કેનેડામાં ગિરીશભાઈએ પ્રિયાંકનો સંપર્ક કર્યો હતો. જેનો પણ નંબર બંધ આવતો હતો. આખરે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં નિવૃત એરફોર્સ અધિકારી બિપીનભાઈએ છેક રાજય ગૃહ મંત્રીને અરજી કરવી પડી હતી. જેની એલસીબીએ તપાસ કરી હતી અને બિપીનભાઈએ પણ ભાવનગર જઈને આંગડીયા પેઢીમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસને આપ્યા હતા. આ અંગે સેકટર – 7 પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં વસતા ગુજરાતીઓનું એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. જેમાં જરૂરિયાતમંદ ગુજરાતીઓ સાથે ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ભારતના સ્વજનો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com