ગાંધીનગરના સેક્ટર – 7 પોલીસ મથકની હદમાં શર્મશાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ વર્ષની દીકરીના 28 વર્ષીય બાપે એકલતાનો લાભ ઉઠાવી પાડોશી સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘરના ઉપર ધાબા પર ખાટલો લેવા ગયેલી નાની બહેન ઘણીવાર સુધી નીચે નહીં આવતાં મોટી બહેન ઉપર ગઈ હતી. ત્યારે પાડોશી પરિણિત યુવકને દુષ્કર્મ આચરતા જોઈ જતાં સમગ્ર બનાવ અંગે સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકની હદમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી પાડોશી પરિણિત યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, 14 વર્ષની સગીરા સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં રહે છે. જેનાં પરિવારમાં વિધવા માતા – એક ભાઈ બહેન છે. જ્યારે પાડોશી પરિણિત યુવક 28 વર્ષનો છે. જેને ત્રણ વર્ષની દીકરી પણ છે. ગઈકાલે સગીરાની માતા કામ અર્થે બહાર ગઈ હતી. એ વખતે સગીરા અને તેની મોટી બહેન ઘરે એકલા જ હતા. આ દરમ્યાન સગીરા મકાનના ઉપરના ભાગે ખાટલો લેવા ગઈ હતી. જેનો લાભ ઉઠાવી પાડોશી યુવક સગીરા પાસે પહોંચી ગયો હતો અને સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘણીવાર સુધી નાની બહેન નીચે નહીં આવતાં મોટી બહેન તેને બોલાવવા માટે ઉપર ગઈ હતી. એ વખતે પાડોશી યુવક સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હોવાનું જોઈ ચોંકી ઉઠી હતી. પાડોશીને કઢંગી હાલતમાં જોઈ મોટી બહેને હોબાળો મચાવી દીધો હતો. થોડીવારમાં વિધવા માતા પણ ઘરે આવી પહોંચી હતી.
બાદમાં સગીરાની પૂછતાંછ કરતાં પાડોશી યુવક બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે સમગ્ર મામલો સેક્ટર – 7 પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સમગ્ર બનાવની ગંભીરતા જાણીને પોલીસે 28 વર્ષીય યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.