ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ભાજપમાં વર્ષોથી અનેક મહિલાઓ કાર્યકર તરીકે છે, અને અગાઉ હોદ્દેદારો રહી ચૂકેલી છે, ત્યારે વર્ષો જૂની મહિલા કાર્યકરોની પીપૂડી તંત્રમાં વાગતી નથી, પણ એક નવી એન્ટ્રી મેળવેલી મહિલાનો પીપુડી નહીં પીપુડો વાગી રહ્યો છે, નિયમો ઠરાવો પરિપત્રો પણ ચેન્જ થઈ જાય, ત્યારે એક મહિલા નવી હોદ્દેદાર હોવાથી સૌથી વધારે ફાયદો અને કોન્ટ્રાક્ટ લેવામાં તંત્ર સામે પકડ મજબૂત રાખીને અનેક લોકોને હંફાવી રહી છે, શહેરમાં વર્ષો જુના કાર્યકરો હોય કે હોદ્દેદારો કે કોર્પોરેટરો નું નથી ચાલતું તે આ મહિલાનું ચાલે છે,
ભાજપમાં અત્યારે મોટાભાગના નવા પાંચ વર્ષમાં એન્ટ્રી મેળવી હોય તેવા મોટાભાગના કોન્ટ્રાક્ટરો બની ગયા છે, ત્યારે મહિલાઓએ પણ પાછું વાળીને જાેયું નથી, તેમ દરેક જગ્યાએ હવે મહિલાઓમાં સૌથી વધારે એક મહિલાનું વર્ચસ્વ વધતું જાય છે, સરકારી તંત્રમાં ધારાસભ્ય રીટાબેનને નહીં ઓળખતા હોય તેટલા અધિકારીમાં મહિલા હોદ્દેદારની ઓળખ અને પક્કડ વધી છે, બાકી સરકારી કામ હોય તો ઉચ્ચકક્ષાએ ઓળખાણની ખાણ ધરાવતી આ મહિલાના પણ કોન્ટ્રાક્ટ ચાલે છે, ત્યારે નિયમો ક્યાંય નડતા હોય તો સામા કોન્ટ્રાક્ટરે ભરેલા ટેન્ડરની પુંગી કેવી રીતે બજવવી, તે ખેલની માહિર આ મહિલા અનેક કોન્ટ્રાક્ટરો વર્ષોથી રહેલા કોન્ટ્રાક્ટરોના ભુક્કા બોલાવી દીધા છે, કોન્ટ્રાક્ટરો પર ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી, ત્યારે હોદ્દેદારો મનપાને પણ આ પ્રશ્ને જાણ કરવા છતાં લોકો મોટાભાગના મહિલાનું નામ પડતા દૂર થઈ જાય છે, કે અમને આમાં ના પાડશો, ત્યારે ત્રણ વર્ષમાં નામાંકિત બનેલી મહિલાનો અત્યારે તંત્ર ઉપર ગજ વાગી રહ્યો છે, બાકી હજુ ૭ વર્ષ પછી ડંકો વાગશે તેમાં કોઈ શંકા ને સ્થાન નહીં,