સુરત મનપા એ ફરી પ્રજાના પરસેવા ના પૈસાનું પાણી કરી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં સૌથી વધુ પાલિકાએ 5 વર્ષમાં ફોટો અને વિડિઓ ગ્રાફી પાછળ અધધ 5 કરોડ ખર્ચી નાખ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.તેમજ મંડપ, સાઉન્ડ સિસ્ટમ પાછળ પણ માતબર ખર્ચ કરાયા હોવાની પણ વાત સામે આવી છે.
આપ નેતાએ સુરત મહાનગર પાલિકાના શાસકો પર ગંભીર આરોપ લાગવ્યો છે. આપ નેતાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુરત મનપાએ છેલ્લા પાંચ વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. તેમને વધુમાં આરોપ લગાવ્યો કે, મંડપ સાઉન્ડ સિસ્ટમ જાહેરાતના બેનરો માટે પણ મનપા દ્વારા મોટી માતબર રકમનો ખર્ચ કરાયો છે.
તેમજ આ આરોપ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને લગાવ્યો છે. મનપા વિપક્ષ આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘને સુરત મનપા પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો છે. તેમને કહ્યું કે, પાલિકાએ 5 વર્ષમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ અધધધ 5 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. 73-D હેઠળની બિલ મંજૂરી પર બિલોરી કાચ મુકવા છતાં ખર્ચો બે કાબુ રીતે દેખાઇ રહ્યો છે.
આ સાથે જ આપ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓ ફોટો પડાવવામાં માને છે. જેના કારણે સુરત મનપાના હોદ્દેદારોએ 5 કરોડના ફોટો પડાવ્યા છે. તેમજ રોજના 30 હજારના ખર્ચે ફોટો પડાવ્યા હોવાની પણ ફરિયાદ કરી છે. એટલું જ નહીં ફોટોગ્રાફીનો ઓર્ડર પણ મળતિયાઓને જ આપ્યો હોય તેવી ફરિયાદ છે. ફોટો ગ્રાફીના નામે ભ્રષ્ટાચાર કરાયો છે.