કોઈપણ જાતની નોટિસ વિના તેમના અસ્થાયી ઝુંપડા તોડીને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા
અમદાવાદ
દિવાળીના તહેવારો નજીક છે અને વાસણા વિસ્તારમાં 300 મજૂર કુટુંબોને ઘરવીહોણા કરી નાખવામાં આવ્યા.. કોઈપણ જાતની નોટિસ વિના તેમના અસ્થાયી ઝુંપડા તોડીને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા.. મજૂરો મજૂરી કરીને પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ ઘરવિહોણા થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે હજી તો બે દિવસ પહેલા અહીં શ્રમિક અન્નપૂર્ણા યોજના નું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના ફોટા સાથેનું કાઉન્ટર મૂકવામાં આવ્યું છે કે જેમાં પાંચ રૂપિયામાં ભોજન આ મજૂરોને મળી રહે તેવુ આયોજન હતું અને આ કાઉન્ટર નું ઉદ્ઘાટન પણ હજી નથી થયું અને બીજી તરફ આ ગરીબોના ઘર તોડીને તેમને દિવાળીના સમયમાં રોડ ઉપર લાવી દીધા છે. ભાજપ સરકારે સંવેદનશીલતાને નેવે મૂકી ને લાગણીનું દેવાળું ફૂંક્યું હોય તેવું લાગી રહ્યું છે. ૧૫૬ સીટોનું અભિમાન હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે.
https://fb.watch/oa3JcOwNo_/?mibextid=Nif5oz