દેશમાં વાહનોની સંખ્યામાં નોભંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રદૂષણની માત્રા પણ એટલી ફેલાઈ રહી છે. ત્યારે હવેથી વાહનનો વીમો રીન્યુ કરાવતી વખતે પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. દેશની દરેક જનરલ ઇન્સ્યોરન્સ કંપની ધ ‘ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા) દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. વીમા વખત પીયુસી હોવું જ જોઈએ એવો આદેશ અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ઈરડા હવે તેનું પાલન કરાવી રહી છે. જાણો શું છે પીયુસીનો આ નવો નિયમ આ પરિપત્રનો અમલ થયા પછી પીયુસી વગરના વાહનો માટે ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરવો અઘરો પડી જશે. કેમ કે નિયમ પ્રમાણે ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરતી વખતે સાથે પીયુસી સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. અકસ્માત વખતે વાહન પીયુસી ધરાવતું હશે તો જ વીમો પાસ થશે. દેશમાં અને ખાસ તો દિલ્હી-એનઆરસી વિસ્તારમાં વાહનોને કારણે હવા પ્રદૂષણ વધી રહ્યું છે. હવા પ્રદૂષણ કાબુમાં રહે એ માટે સુપ્રીમે વિવિધ પગલાં ભરવા સૂચન કર્યા છે અને આદેશ પણ આપ્યા છે. એ પછી 20 ઓગસ્ટે ઈરડાએ દેશની દરેક મોટી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના એમડી અને સીઈઓ ને કાગળ લખી આ આદેશનું પાલન કરવા કહ્યું છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ વાહન પ્રદૂષણ ની ફરિયાદ કરી હતી.