મુંબઈના ગઠિયાને 200 ખાતા ભાડે આપ્યા, તેમાંથી 150 ખાતા પોલીસે તપાસતા પાંચ ખાતામાંથી પાંચ કરોડના વ્યવહાર મળી આવ્યા

Spread the love

નિર્દોષ નાગરિકોના બેંક ખાતામાંથી હજારો-લાખો રૂપિયા સગેવગે કરવા માટે ચાલતા દેશવ્યાપી કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસની મથામણ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ આચરવા ટેલિગ્રામ પર બેંક ખાતા ભાડે આપવા-લેવાની પ્રવૃત્તિ આચરનારા બે આરોપીના રીમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આ આરોપીઓની પૂછપરછ સાથે પોલીસે ટેલિગ્રામ ગ્રૂપમાંથી મળેલા બેંક ખાતા અને જીમેઈલ આઈડીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ મુંબઈના અલી નામના ગઠિયાને 200 ખાતા ભાડે આપ્યા હતા. તેમાંથી 150 ખાતા પોલીસે તપાસ્યા હતા અને પાંચ ખાતામાંથી પાંચ કરોડના વ્યવહાર મળી આવ્યા છે.

એલસીબી પીઆઈ ડી બી વાળાનીની પ્રાથમિક તપાસ મુજબ, બેંક ખાતા ભાડે લેવા-આપવાનો ગોરખધંધો દેશભરમાં ફેલાયેલો છે. ટેલિગ્રામ પર આવા 25 જેટલા ગ્રૂપ સક્રિય છે અને દરેક ગ્રૂપમાં 1200 જેટલા સભ્ય છે. ઝડપાયેલા આરોપીઓ પાંચ ગ્રૂપના સભ્ય છે. દરેક સભ્ય 40થી વધુ બેંક ખાતા ધરાવે છે અને આ રીતે ટેલિગ્રામ પર એકબીજા સાથે સંકળાયેલા 30,000 લોકો દ્વારા 12 લાખ બેંક ખાતા ભાડે આપવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે.

ટેલિગ્રામની મદદથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનારા બે ગઠિયાઓને ગાંધીનગર પોલીસે છત્રાલ નજીક ઝડપી લીધા હતા. આ બંને ચીટરે મુંબઈના મોટા ઠગને 200 બેંક ખાતા ભાડે આપ્યા હતા. આ પૈકી એક ખાતામાંથી અગાઉ 44 લાખના વ્યવહારો મળી આવ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપી મહંમદ ઈસ્માઈલ નીયમત અલી સૈયદ (ઉ.વ. 40, રહે. કસ્બાવાસ, છત્રાલ, કલોલ) અને સરફરાઝ રફીકભાઈ મલેક (ઉ.વ. 25, રહે. વડાવલી ગામ, ચાણસ્મા-પાટણ) દ્વારા ભાડે અપાયેલા ખાતામાંથી 150 ખાતાની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી પાંચ ખાતામાં રૂ. પાંચ કરોડના વ્યવહાર મળી આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે ટેલિગ્રામ ગ્રૂપમાંથી જીમેઈલ આઈડી અને બેંક ખાતાની વિગતો પ્રાપ્ત કરી છે. પોલીસની પાંચ ટીમ અને એફએસએલ નિષ્ણાતોની મદદથી આ તમામ મેઈલ આઈડી અને બેંક ખાતા બ્લોક કરાવવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ દ્વારા આવા 150 ખાતા બ્લોક કરાવાયા છે અને શંકાસ્પદ ઈ-મેઈલ આઈડી બ્લોક કરાવાયા છે. પોલીસની આ કવાયતના કારણે સાયબર ક્રાઈમના દેશવ્યાપી કૌભાંડ પર મોટી બ્રેક વાગી શકે છે. જો કે પોલીસની તપાસ હજુ સુધી છત્રાલથી ઝડપાયેલા સરફરાઝ અને મહંમદ સુધી પહોંચી છે. મોટા પાયે ખાતા ભાડે લેનારા મુંબઈના અલીની ભાળ હજુ મળી નથી. અલી જેવા અથવા તેના કરતાં પણ વધારે મોટા કૌભાંડીઓ ટેલિગ્રામ પર સક્રિય રહીને હજુ આવા કૌભાંડ ચલાવતા હોવાની આશંકા છે.

સરફરાઝ અને મહંમદને સ્થાનિક સ્તરે ખાતા ભાડે લેવામાં અને નાણાં સગેવગે કરવામાં મદદ કરનારા તત્વોની પોલીસે શોધ આદરી છે. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સાયબર ક્રાઈમના નાણાંને વિવિધ બેંક ખાતાઓમાં ફેરવીને રોકડમાં મેળવી લેવાતા હતા. રોકડમાં મળેલા આ નાણાંને હવાલા મારફતે અન્ય લોકો સુધી પહોંચાડવા અને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવવા અમદાવાદના જમાલપુર ખાતે આવેલી એક આંગડિયા પેઢીની મદદ લેવાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી સરફરાઝ અને મહંમદના રીમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરી પોલીસે અન્ય સાગરિતોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com