સ્પેશ્યલ ખેલમહાકુંભ જિલ્લા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરાવતા મેયરશ્રી મીરાબેન પટેલ








આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સર્વિસ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 ની જીલ્લા કક્ષાની સ્પર્ધાનો સેક્ટર 16 ખાતે શુભારંભ કરાવ્યો. આ અવસરે મેયરશ્રી મીરાબેન પટેલ એ જણાવ્યું હતું કે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ માત્ર એક રમોત્સવ નથી, આ આપણા સમાજના સંસ્કાર, સંવેદનના અને સમાન તકોની ભાવનાનો ઉત્સવ છે. મેયરશ્રી મીરાબેન પટેલએ દરેક ખેલાડીઓને પ્રોત્સાહન આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.