અમેરિકા, ચીન અને રશિયા જોતા રહી ગયા અને ભારતે અર્થતંત્ર ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું

Spread the love

 

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં ટોચ પર બની રહ્યું છે, જેને વિશ્વ બેંકથી લઈને IMF સુધીની અનેક એજન્સીઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. હવે, એક અગ્રણી હાર્વર્ડ અર્થશાસ્ત્રીએ એક ચાર્ટ શેર કર્યો છે જે દેશના અર્થતંત્રના ઝડપી વિકાસને સ્પષ્ટપણે દવિ છે. તે દર્શાવ છે કે જ્યારે COVID-19 રોગચાળા દરમિયાન US. ચીન અને રશિયા ફક્ત જોતા જ રહી ગયા હતા, ત્યારે ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂત રિકવરી પ્રાપ્ત કરી છે, જ્યારે US અને ચીન હજુ પણ રોગચાળાની અસરોનો સામનો કરી રહ્યા છે. હાર્વર્ડના અર્થશાસ્ત્રી જેસન ફર્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર તુલનાત્મક વૃદ્ધિ ચાર્ટ શેર કર્યો છે. તે COID પછી ભારતના નોંધપાત્ર આર્થિક પ્રદર્શનની સંપૂર્ણ વાર્તા રજૂ કરે છે. તે વિશ્વના મુખ્ય અર્થતંત્રોએ તેમના રોગચાળા પહેલાના GDP વૃદ્ધિની તુલનામાં COVID પછી કેવું પ્રદર્શન કર્યું છે તેનું અત્યાર સુધીનું સૌથી સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. તેમાં ભારત તમામ મુખ્ય અર્થતંત્રો કરતાં સતત આગળ વધી રહ્યું છે. જેસન ફરમૈન દ્વારા શેર કરાયેલ ગ્રાફમાં 2019થી મહામારી પહેલાના અમેરિકા, યુરોઝોન, ચીન, રશિયા અને ભારતના નોમિનલ GDP વૃદ્ધિ દરની તુલના 2025ના ત્રીજા ક્વાર્ટર સુધીના મહામારી પહેલાના વલણો સાથે કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, જ્યારે ઘણી અર્થવ્યવસ્થાઓ હજુ પણ મહામારીની અસરમાંથી બહાર આવી રહી છે, ત્યારે ભારતે બધાને આશ્ચર્યચક્તિ કર્યા છે, જે GDP વૃદ્ધિમાં અગ્રણી છે. ફર્મન જણાવે છે કે, ભારત 2025ના મધ્ય સુધીમાં +5 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે, અને એકમાત્ર અર્થતંત્ર છે જે સ્થિર ગતિએ વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે.
ગ્રાફને જોતા, ભારત 2020ના તેના નીચા સ્તરથી બહાર આવ્યું અને 2022 સુધીમાં કોવિડ પહેલાના ટ્રેન્ડલાઇનથી ઉપર વધ્યું, 2024માં +3 ટકા વૃદ્ધિ સુધી પહોંચ્યું, અને 2025ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં +5 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. જેસન ફર્મન ભારપૂર્વક જણાવે છે કે, ભારતનો વિકાસ એક વખતનો ઉછાળો નથી, પરંતુ માળખાકીય મજબૂતાઈનું પરિણામ છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ સુધારાઓ અને સ્થિર મેક્રોઈકોનોમિક વાતાવરણ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની નીતિઓએ સ્થાનિક વપરાશ અને રોકાણને વેગ આપ્યો, જેના પરિણામો મળ્યા છે. જોકે, અન્ય મુખ્ય અર્થતંત્રો માટે પડકારો હજુ પણ યથાવત બની રહેલા છે.
ફર્મનના ચાર્ટ મુજબ, કોવિડ-19 રોગયાળાને કારણે ખુબ મોટી મંદી આવી, જેમાં 2020માં પાંચેય અર્થતંત્રો ઝીરોથી નીચે તરફ સરકી ગયા. યુરોઝોનમાં સૌથી વધુ ઘટાડો -25 ટકા સુધી પહોંચ્યો, જ્યારે ચીનનો ઘટાડો ઝડપી હતો, -10 ટકા સુધી પહોંચ્યો. રશિયાનું અર્થતંત્ર લગભગ -8 ટકા, અમેરિકાનું અર્થતંત્ર -5 ટકા, જ્યારે ભારતનું અર્થતંત્ર પણ એટલું જ -5 ટકા ઘટી ગયું
જોકે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં દરેકમાં રિકવરી જોવા મળી છે. જ્યારે અમેરિકાના વિવિધ પગલાંએ તેને 2025 સુધીમાં લગભગ 2 ટકાના વિકાસ દર સુધી પહોંચવામાં મદદ કરી, ત્યારે ભારતનો અસાધારણ વિકાસ અને ગતિની સામે USનું આ પ્રદર્શન ફિક્કું પડી ગયું હતું. લાંબા સમય સુધી કોવિડ-19 પગલાં અને રિયલ એસ્ટેટ કટોકટીને કારણે ચીનની રિક્વરી અવરોધાઈ છે, જેના કારણે 2025 સુધીમાં વિકાસ દર -5 ટકા રહેશે. રશિયા પણ -8 ટકાની આસપાસ અટકી ગયું છે, જેમાં યુકેન યુદ્ધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જ્યારે યુરોઝોન -૩ ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે.
હાર્વર્ડના અર્થશાસ્ત્રી ફરમૈનના આ અંદાજો અનુસાર, ઘણી વૈશ્વિક એજન્સીઓ પણ ભારતના વિકાસમાં વિશ્વાસ ધરાવે છે. ICRA અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા પર મજબૂત રહેશે, જે પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકા હતો. GVA 7.1 ટકા રહેવાનો અંદાજ છે. મૂડીઝ રેટિંગ્સ 2025માં 7 ટકા અને 2026માં 6.4 ટકા GDP વૃદ્ધિ દરનો અંદાજ લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *