બાગડ બિલ્લા, બિલ્લી, બિલ્લો જબ્બે, ત્રણેય આરોપીઓ કુંભ રાશીના
સોનુ, સંજુ, શૈલાનું સાઇબર પેકેજ, ખુલ્યું રેકેટ, વિદેશમાં નાણાં કમાવા અનેક લોભામણા પેકેટમાં ડકેટ થઈ ગયા,
વિદેશમાં નોકરીની લાલચમાં સાયબર માફિયાઓના સકંજામાં ફસાવી દેતી બંટી, બબલી, બાબલાગેંગને પકડતી
સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ને સફળતા, વાંચો વિગતવાર



ગુજરાતની આજની પેઢી શોર્ટકટમાં પૈસા કમાવવા દેશ-વિદેશ સુધી જવા તૈયાર છે, ત્યારે રોજબરોજ અખબારોમાં આવતા સમાચારો તથા થયેલ ઘટનાઓ બાદ પણ લોકો સુધરતા નથી, રોજબરોજ સાઈબર ક્રાઈમના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના વ્યક્તિઓને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી પાકિસ્તાની એજન્ટો મારફતે દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોમાં મોકલી માનવ તસ્કરી કરી લાંબા સમય સુધી બંધક બનાવી શારિરીક – માનસિક ત્રાસ આપી સાયબર ક્રાઈમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવી આંતરરાજય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, GJ-18 સુ સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવા સારૂ પોલીસ મહાનિદેશક સ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ડો.કે. લક્ષ્મી નારાયણ રાવ તથા નાયબ સે પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઈમ-૨) પરીક્ષિતા રાઠોડનાઓએ કડક અને સઘન મો કામગીરી કરવા સુચના આપેલ હોય જે શ્રી અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી ડો. ૫ રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ ની અધિક્ષકશ્રી સંજય કેશવાલા અને પોલીસ ઘર અધિક્ષકશ્રી વિવેક ભેડાનાઓના 8 સુપરવિઝન હેઠળ ડી.પો.ઇન્સ. વા એમ.આર રાદડિયાનાઓએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે એનાલીસીસ કરી ત્રણ આરોપીઓને પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગુ.રા.ગાંધીનગર.
આ ગુનાના કામેના આરોપીઓ દ્વારા તેના સબ એજન્ટો સાથે મળી તેઓનો સમાન ઇરાદો પુરો પાડવાના હેતુથી એકસંપ થઈ ગુજરાતના નાગરિકોને વિદેશમાં ઉંચા પગારે ડેટા એન્ટ્રીની જોબ પ્લેસમેન્ટ આપવાની લાલચ આપી દક્ષિણ પુર્વ એશિયાઈ દેશોની ટીકીટ બુક કરાવી તેઓને પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર મારફતે મ્યાનમાર-૦૫, દુબઈ-૧૫, વિયેતનામ-૧૫, મલેશિયા-૦૯ એમ કુલ્લે-૪૧ નાગરીકોને મોકલી ભોગ બનનાર જેવા એરપોર્ટ પહોંચે ત્યારે ચીની ગેંગના એજન્ટો મારફતે તેઓના પાસપોર્ટ, મોબાઇલ ફોન, તથા અન્ય દસ્તાવેજો જપ્ત કરી તેઓને બંધક બનાવી ગેરકાયદેસર રીતે બળપુર્વક મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી માનવ તસ્કરી કરી મ્યાનમારના સરહદી વિસ્તારમાં કે.કે.પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જઈ ગેરકાયદેસર રીતે ચાલતા ચાઈનીઝ હબમાં ફિશીંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, ડેટીંગ એપ દ્વારા છેતરપીંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબુર કરી સાયબર સ્લેવરીનો ભોગ બનાવી તેમજ ભોગ બનનાર સહકાર ન આપે તો તેઓને શારીરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરી ગેરકાયદેસર રીતે લાંબા સમયગાળા સુધી અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબુર કરી પકડાયેલ આરોપીએ આંતરરાષ્ટ્રીય સાયબર સીડીકેટ તથા ચાઇનીઝ સાયબર માફીયાની સાથે મળી સાયબર ક્રાઈમના ગુનાઓ કરી આર્થિક લાભ મેળવી આંતરરાજય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચરેલ હોવાનું જણાવ્યું છે.
કબ્જે કરેલ મુદ્દમાલઃ-મોબાઇલ-૦૩ અને વધુમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં સોનલ સંજયભાઈ ફડદુ, સંજયભાઇ હરીભાઇ ફળદુ શૈલેશભાઈ વાલજીભાઈ ડાભી નાઓ દ્વારા તેઓનો સમાન ઇરાદો પુરો પાડવાના હેતુથી એકસંપ થઈ ગુજરાત રાજયના વ્યક્તિઓને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી દક્ષિણ પુર્વ એશિયાઈ દેશોની ટીકીટ બુક કરાવી તેઓને પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર મારફતે દક્ષિણ પુર્વ એશિયાઈ દેશોમાં મોકલી આપી અને માનવ તસ્કરી કરી તેઓને લાંબા સમય સુધી બંધક બનાવી છ મહીના કે તેથી વધુના સમયગાળા સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે તેઓને શારિરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરી લોકો સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવી ગુનો કર્યો હોવાનું જણાયું છે.
