આર્ટ ઓફ લિવિંગ નાં માધ્યમથી ગુરુદેવ એ દેશ અને વિશ્વમાં નૂતન ચેતનાનું સંચારણ કર્યું છે : રાજ્યપાલ દેવવ્રત આચાર્ય

Spread the love

શ્રી શ્રી ગુજરાત આશ્રમ-વાસદ ખાતે સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તથા વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ સાથે તેઓ જુદી જુદી પરિષદ દ્વારા સંવાદ સાધી રહ્યા છે

વાસદ

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી શ્રી ગુજરાત આશ્રમ-વાસદ ખાતે સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તથા વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ સાથે તેઓ જુદી જુદી પરિષદ દ્વારા સંવાદ સાધી રહ્યા છે. આ અનુસંધાને તા. ૧૧ નવેમ્બર ના રોજ ફાર્મર્સ મીટ તેમ જ ક્રિએટર્સ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ નવેમ્બર ના રોજ સવારે રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યજી તથા ગુરુદેવ શ્રી શ્રીનાં સાન્નિધ્યમાં, ગુજરાત આશ્રમ-વાસદ ખાતે યોજાયેલ ફાર્મર્સ મીટમાં રાજ્યભરમાંથી ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, પર્યવારણવાદીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

માનનીય રાજ્યપાલશ્રી એ પ્રાસંગિક પ્રવચનમાં ગુરુદેવ શ્રી શ્રી ને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ નાં માધ્યમથી ગુરુદેવ એ દેશ અને વિશ્વમાં નૂતન ચેતનાનું સંચારણ કર્યું છે, તે માટે મનુષ્ય તેમનો સદાય ઋણી રહેશે. ભારતભૂમિનું એ સૌભાગ્ય રહ્યું છે કે સમય સમય પર એવા મહાપુરુષોએ જન્મ લીધો છે કે જેમનાં દ્વારા સમાજ આધ્યાત્મિકતા પ્રતિ વળે છે. તેમણે વિશેષમાં જણાવ્યું કે આજે પોણા નવ લાખ ખેડૂતો રાજ્યમાં પ્રાકૃતિક ખેતીથી જોડાયા છે, સરકાર પ્રાકૃતિક કૃષિ ના પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ જણાવ્યું કે ભારત પુરાતન સમયથી કૃષિ અને ઋષિ નો દેશ રહ્યો છે. થોડા સમય માટે આપણે કૃષિ અને દર્શન શાસ્ત્રમાં પાછળ રહી ગયાં હતાં, પરંતુ જ્યારથી કૃષિ અને ઋષિ બંનેને રાજ્યાશ્રય મળ્યો છે ત્યારથી દેશ પુન: પ્રકાશિત થઈ ચૂક્યો છે. ભારતને આજે એક સિંહ સમાન નેતૃત્વ પ્રાપ્ત થયું છે અને તેથી ભારતનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાન નારાયણ ની બે પત્નીઓ : લક્ષ્મી દેવી અને ભૂ દેવી છે. આજે ભૂ દેવી- આપણી ભૂમિ ઝેરી કચરા અને રસાયણથી કુપોષિત અને પ્રદૂષિત થઈ ચૂકી છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એ એક જ ઉપાયથી ભૂમિને પુન: સજીવન કરવી શક્ય બનશે.

ઉલ્લેખનીય છે કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન હેઠળ સ્થપાયેલ શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ટ્રસ્ટ (SSIAST), કૃષિ, બાગાયત, વેટરનરી અને એનિમલ સાયન્સ, કૃષિની વિવિધ શાખાઓમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તકો પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. આ સંસ્થા અંતર્ગત રાષ્ટ્રીય દેશી બીજ બેંક ની આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ આશ્રમ, બેંગ્લોરમાં સ્થાપના કરવામાં આવી છે. જેમાં હજારો બીજ રક્ષકો દ્વારા સમગ્ર ભારતમાંથી 5 લાખથી વધુ વિવિધ દેશી બીજનો સંચય કરવામાં આવ્યો છે. લુપ્ત થતી કૃષિજન્ય પ્રજાતિઓ-વનસ્પતિઓને આ બીજ બેન્ક દ્વારા સુરક્ષિત રાખવામાં આવી રહી છે. ૨૨ જેટલાં રાજ્યોમાં ૨૨ લાખ જેટલા ખેડૂતોએ સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. શ્રી શ્રી કિસાન મંચ સાથે 100000 થી વધુ ખેડૂતો જોડાયેલા છે, તેઓને બીજ પ્લોટ ડેવલપમેન્ટ, PKVY સપોર્ટ, માર્કેટ સપોર્ટ અને અન્ય હેન્ડહોલ્ડિંગ જેવા વિવિધ સપોર્ટ મળે છે. ગુજરાતભરમાં 10000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. કર્ણાટક, મહારસ્ત્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સ્થાપિત શ્રી શ્રી ગૌશાળામાં ગાયોનું જતન અને વૈદિક ઉછેર કરવામાં આવી રહેલ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રશિક્ષિત ખેડૂતોને 3000 થી વધુ ગાયો કૃષિ હેતુ માટે આપવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ હેતુ 100000 થી વધુ ફળ ઝાડ અને અન્ય વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેની કાળજી લેવામાં આવી રહી છે

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા સ્થપાયેલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી(GNFOAU) અને આર્ટ ઓફ લિવિંગ વચ્ચે MOU કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક તેવાં પ્રાકૃતિક ખેતી નો પ્રચાર-પ્રસાર, પર્યાવરણ સુરક્ષા, જળ સંરક્ષણ જેવાં સેવા કાર્યો હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણ ચૌધરીજી- કલેક્ટરશ્રી આણંદ, શ્રી આર. જે પટેલ સાહેબ, (નિવૃત્ત આઇએએસ) GNFOAU ના માનનીય કુલપતિશ્રી ડો. સી. કે. ટિંબડીયા, ગોપાલકશ્રી ગોપાલભાઈ સુતરીયા, સૃષ્ટિ ઇનોવેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ, સ્ટેટ ડાયરેક્ટર-કૃષિ માનનીયશ્રી એસ જે સોલંકી સાહેબ, સ્ટેટ ડાયરેક્ટર-ATMA શ્રી પ્રકાશભાઇ રબારી, કૃષિ તજજ્ઞો :ડો. મીનુભાઈ પરબીયા, ડો. દિનેશભાઇ પટેલ, પ્રફુલ્લભાઈ સેન્જલિયા, દીક્ષિતભાઈ પટેલ, ડાયરેક્ટર-GOPAKAશ્રી મોહમ્મદભાઈ કુરેશી, શ્રી નીતિનભાઈ શુક્લ(ATMA) શ્રી પી. બી. ક્ષત્રિય (ATMA) ડેપ્યુટી ડાયરેક્ટર(ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) શ્રી અશોકભાઇ પટેલ, જોઇન્ટ ડાયરેક્ટર (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) શ્રી જે. બી. ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ ઇજનેરશ્રી-સિંચાઇ વિભાગ- શ્રી અનિલભાઈ, બંસી ગીર ગૌશાળા- શ્રી ભગતસિંહ ભાઈ તથા શ્રી લાલજીભાઇ, તેમ જ શ્રી અભેસિંગ ભાઈ અને શ્રી સુરેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

૧૧ નવેમ્બર- સાંજે, ગુરુદેવ શ્રી શ્રીએ ગુજરાતના ઇન્ફ્લુએંસર્સ – જુદા જુદા ક્ષેત્રના કલાકારોને ક્રિએટર્સ મીટ માં મળીને આશીર્વચન કહ્યાં હતાં તથા તેમનાં વિવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી અતુલ પુરોહિત,શ્રી સ્મિત પંડયા, સુશ્રી ધારા શાહ, સુશ્રી ભાવિની જાની, શ્રી ભરત બારૈયા, શ્રી અક્ષય પટેલ, આરજે કબીર, આરજે ક્ષિતિજ, શ્રી પ્રયાગ જોશી, આરજે નિશિત, આરજે કાવ્યા, સુશ્રી નિયતિ અમલાની, સુશ્રી સુમન ચેલ્લાની,સુશ્રી વિનિતા રોહેરા, સુશ્રી અલ્પા પટેલ, શ્રી પાર્થ શાહ, સુશ્રી વિધિ શાહ, સુશ્રી અંકિતા વાળંદ, સુશ્રી ખુશી શાહ, સુશ્રી આરતી રાજપૂત, શ્રી મનન દવે, સુશ્રી ઉર્વશી રાદડિયા, સુશ્રી તૃપ્તિ ગઢવી, ડો. ઈસ્પા શાહ, સુશ્રી વિધિ પારસવાની, શ્રી પાર્થ ભરત ઠક્કર, સુશ્રી ક્રીના પાઠક, શ્રી ગુરુ મિતુલ શાહ, સુશ્રી નિમિષ પારેખ, સુશ્રી કોમલ બચકાનીવાલા, સુશ્રી પલક સવાણી, શ્રી પોપટભાઈ આહીર, શ્રી મિત્ર ગઢવી, સુશ્રી ઉર્વી પરવાની, શ્રી નિજલ મોદી, સુશ્રી વિશ્વા જોશી, શ્રી મૌલિક પાઠક, શ્રી દેવર્ષી શાહ, શ્રી મિલન બારસોપીયા, શ્રી હિરેન હરિયાણી, સુશ્રી હિમાની ચાવડા, સુશ્રી સોનાલી દેસાઇ, શ્રી પરિક્ષિત તામલિયા, ડો. નિશિતા નાણાવટી, સુશ્રી હિમાની જુનેજા, સુશ્રી શિખા કાપડિયા, સુશ્રી હેતલ પુનિવાલા, સુશ્રી નિશી જૈન, સુશ્રી વનિતા રાવત, સુશ્રી પારૂલ પટેલ જેવા વિવિધ ક્ષેત્રોના ઇન્ફ્લુએંસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી શ્રી એ જણાવ્યું કે શિખર પર રહેવાનું સૌનું ધ્યેય છે, પરંતુ ટ્રોલિંગ થી વિચલિત થઈ જાઓ છો તો ત્યાં સજગતા અને સચેતતાની જરૂર પડશે. ઊંડા વિશ્રામથી સજગતા અને સચેતતાનું વ્યક્તિમાં પ્રસ્ફુરણ થાય છે. સૌથી ગહન વિશ્રામ માત્ર ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ધ્યાનથી મસ્તિષ્ક માં તાજગી આવે છે, અને આ તાજગી થી તમે વધુ સૃજનાત્મક બનો છો. માત્ર ઊંઘ અને વ્યાયામ પર્યાપ્ત નથી, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મન વર્તમાન ક્ષણમાં આવે છે. માત્ર શબ્દોથી કોઈ પ્રભાવિત થતું નથી. એક ઇન્ફ્લુએંસર માટે જરૂરી છે, સકારાત્મક સ્પંદન. જો તમારા તરંગો(વાઇબ્રેશન) નકારાત્મક હશે તો તમે બાહ્ય રીતે કઈં પણ કરશો, લોકો પ્રભાવિત નહીં થાય. ધ્યાન વડે તમારાં સ્પંદન-તરંગ સકારાત્મક બને છે.

ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્ર દરમ્યાન શ્રી શ્રી એ વિવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા: જ્યારે મન નકારાત્મક હોય ત્યારે સ્ટેજ પર પરફોર્મ કઈ રીતે કરવું? એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે જીવન ને એક સ્વપ્ન માનો. જુઓ કે પહેલાં પણ તમારી સમક્ષ નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થઈ છે તેના પર તમે વિજય મેળવ્યો જ છે. તો વિશ્વાસ રાખો કે તમારી સાથે સૌથી ઉત્તમ જ ઘટિત થશે. અને તમે નકારાત્મકતામાં થી બહાર આવી જશો.

અન્ય પ્રશ્નો જેમ કે જ્યારે સૃજનાત્મકતા એક નિયમ બની જાય છે- રૂટીન બની જાય છે, પ્રતિ સપ્તાહ નવું નવું સર્જન કરવું પડે છે, તો કઈ રીતે રચનાત્મક બનવું? તેમ જ આશય પ્રામાણિક હોય છે પરંતુ ભાગ્ય સાથ નથી આપતું તો લક ફેક્ટર કઈ રીતે વધારી શકાય? લોકો જ્યારે નકારાત્મક હોય ત્યારે પણ તેમનામાં સકારાત્મક ગુણ કઈ રીતે જોઈ શકાય? આ સર્વે પ્રશ્નોના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ધ્યાન વડે તમે નિત્ય નૂતન રહો છો, તમારી મૌલિકતા જળવાઈ રહે છે. એ જ રીતે ધ્યાન દ્વારા ભાગ્યની પણ વૃદ્ધિ થાય છે. લોકો નકારાત્મક હોય તો ધ્યાન-પ્રાણાયામ દ્વારા તમારું સત્વ વધારો તો તેઓ તમને અસર નહીં કરી શકે, અને નકારાત્મક લોકોથી દૂર ન થઈ જાઓ. પ્રયત્ન કરો કે તેઓ પણ સકારાત્મક બને.

કોસ્મેટિક અને અન્ય ક્ષેત્રમાં થઈ રહેલ પ્રાણીઓની હત્યાને રોકવા અંગેનાં પ્રશ્નના ઉત્તરમાં ગુરુદેવ એ જણાવ્યું હતું કે જીવ હિંસા બંધ થવી જ જોઈએ. હવે પાશ્ચાત્ય દેશો પણ વેગન બનતા જાય છે. જ્યાં પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બાલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ!કલાકારોનું સન્માન અને ત્યાર પશ્ચાત સત્સંગ, જ્ઞાન સત્ર અને કીર્તન દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com