રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આજે હેમુગઢવી હોલમાં અર્પણમ કાર્યક્રમ યોજીને રૂા.1 કરોડથી વધુનાં મોબાઈલ તેમજ કિંમતી ચીજ સામાન પરત કર્યા હતાં. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના મુખ્ય મહેમાન પદે તેમજ ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા તેમજ દર્શિતાબેન શાહના અતિથી વિશેષ તરીકેની હાજરી વચ્ચે યોજાયેલા અર્પણમ કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો બાદ પોલીસે કરેલી તપાસની કાર્યવાહી દરમિયાન રૂપિયા એક કરોડથી વધુની કિંમતના મોબાઈલ મળી આવ્યા હતાં.
જે તમામ મોબાઈલ સહિતની ચીજો આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી પૂજા યાદવ (ટ્રાફિક), ડીસીપી ઝોન-1, સજ્જનસિંહ પરમાર ડીસીપી ઝોન-2 સુધિર દેસાઈ અને એસીપી ક્રાઈમ ભરત બસિયા તથા એસીપી સાઈબર ક્રાઈમ વિશાલ રબારી સહિતનાં પોલીસ અધિકારીઓના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરાયા હતાં.