હાર્ટએટેકથી મોતના કિસ્સા હવે લોકોને ચોંકાવી રહ્યાં છે. ત્યારે હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોરબીના ટંકારા તાલુકાના રામપર ગામમાં માતાજીના માંડવામાં ધુણતા ભુવાનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. ધુણતા ધુણતા જ સ્ટેજ ઉપર ભુવાનું મોત નિપજ્યાનો વિડીયો વાયરલ થયો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવની વચ્ચે ટંકારાની ઘટનાનો વીડિયો ડરામણો છે.
હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે ગત રાત્રીના ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ભુવાને ધૂણતા ધૂણતા હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતુ. નવાઈની વાત તો એ હતી કે ડાક-ડમરુ વાગતા હતા અને કોઈને ખબર પણ ન હતી કે ભુવાજીનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. હાજર સૌને એવું જ હતું કે ભુવાજી ધ્યાનમાં બેઠા છે. આતો જ્યારે તેમને પાણી પીવડાવવા ગયા ત્યારે ખબર પડી કે ભુવાજીનું કરુણ મોત નિપજ્યું છે.