પાપુઆ ન્યુ ગિનીમાં સોમવારે અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો, જેના કારણે જાપાનમાં સુનામીની સંભાવના છે. જાપાનની હવામાન એજન્સીએ સુનામીના સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે. પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ બ્રિટન આઇલેન્ડ પર માઉન્ટ ઉલાવુન સોમવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ફાટી નીકળ્યો હતો.જેના કારણે 15 હજાર મીટર એટલે કે 50 હજાર ફૂટ ઉંચા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં જ્વાળામુખીની રાખના સલાહકાર કેન્દ્રને ટાંકીને JMAએ કહ્યું કે તે સંભવિત અસરનું મૂલ્યાંકન કરી રહ્યું છે. જેમાં સોમવાર પછી સુનામી આવવાનો ખતરો પણ સામેલ છે.
જેએમએ જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યાના લગભગ ત્રણ કલાક પછી સોમવાર પછી સુનામીના પ્રથમ મોજા ઇઝુ અને ઓગાસાવારા ટાપુઓ પર પહોંચી શકે છે. જો કે, એજન્સીએ સુનામીની સંભવિત અસર અંગે કોઈ આગાહી કરવાનો ઇનકાર કર્યો હતો.