રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં સિનિયર વકીલને કોર્ટ રૂમમાં જ હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. વડોદરાની કોર્ટ રૂમમાં જ સિનિયર વકીલ જગદીશ જાદવનું હાર્ટ અટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે.જેની સાથે કોર્ટ રૂમમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.
આ અંગેની માહિતી અનુસાર, ગુરૂવારે સવારે જગદીશ જાદવ નામના વકીલને વડોદરાના કોર્ટ રૂમમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ તેમનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. કોર્ટ રૂમમાં જ અચાનક વકીલને હાર્ટ એટેક આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમાચાર મળતાની સાથે પરિવાર સહિત વકીલ આલમમાં શોકનો માહોલ છવાયો છે.
તેમજ ડોક્ટરના પ્રાથમિક અનુમાન અનુસાર સિવિયર હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું મૃત્યુ થયેલ છે. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ સિનિયર વકીલ હતા અને તેઓ છેલ્લા 25 વર્ષથી વકીલાત કરતા હતા. આ ઘટનાને પગલે વકીલ આલમમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
53 વર્ષીય વકીલ જગદીશ જાદવ સવાર સુધી સંપૂર્ણ સ્વાસ્થ્ય હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવી જતાં પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસ પહેલા રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શનિવારે ધોરણ 10માં અભ્યાસ કરતાં યુવકનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું.