ચાર્ટડ એકાઉન્ટન્ટે GTU વાળાને રૂ.50 કરોડમાં સુવડાવી દીધા,.. વાંચો કઈ રીતે…

Spread the love

હ્યુમન એરરના કારણે ગુજરાત ટેકનીકલ યુનિર્સિટીને ઈન્કમ ટેક્સની 50 કરોડની નોટિસ મળી છે. અત્રે જણાવીએ કે, GTUને IT રિટર્ન સહિત રૂ.50 કરોડ ભરવા નોટિસનો મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.ત્યારે ઈન્કમ ટેક્સની નોટિસ સામે GTUએ અપીલ કરી છે. વર્ષ 2016-17માં IT રિટર્ન ભરવામાં ભૂલ થતા નોટિસ મળી હતી.

ખોટા ક્લોઝ હેઠળ રિટર્ન ભરાતા નોટિસ મળી છે. નોટિસ મામલે GTUના રજિસ્ટાર કે. એન. ખેરનું નિવેદન સામે આવ્યું છે. ચાર્ટડ એકાઉન્ટન્ટના વાંકે ઈન્ક્મટેક્સ વિભાગની નોટિસ મળી છે. CAના વાંકે GTUને 5.50 કરોડનો ફટકો પડ્યો છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં CAએ ભૂલ કરતા કરોડોનો ફટકો પડ્યો છે. તેમણે કહ્યું કે, ITની GTUને રિટર્ન સહિત કુલ રૂ.50 કરોડના દંડની નોટિસ મળી છે. વર્ષ 2017-18થી CA દ્વારા ખોટા ક્લોઝમાં રિટર્ન ફાઈલ કરાતા નોટિસ મળી છે

તેમણે કહ્યું કે, 12A હેઠળ ભરવાનું હોય છે જેના બદલે ફોર્મ 1023C ભરાયુ છે. GTUએ ITની નોટિસ સામે અપીલ કરી છે કે, નોટિસની અપીલમાં જવા માટે હાલ અમે 5.50 કરોડની ફી ભરી છે. તેમણે કહ્યું કે, ઈન્કમટેક્સ દ્વારા GTUને ટેક્સમાં છૂટછાટ મળી છે તેમ છતા અપીલ બાદ પણ ફી ભરવાની થશે તો GTU ભરશે. કન્સલ્ટન્ટ સીએના મેઈલ આઈડી પર ITની નોટિસો આવતી હતી. સમીર શાહ એન્ડ કં. દ્વારા રિટર્ન ફાઈલ કરાયા હતા જેને GTU દ્વારા નોટિસ અપાઈ છે. વધુમાં કહ્યું કે, વર્ષ 2020-21થી અન્ય સીએને રિટર્નનું કામ સોંપવામાં આવ્યુ છે. દર ૩ વર્ષે રિટર્ન ભરવા માટે કન્સલ્ટન્ટ બદલાતા હોય છે.

વર્ષ 2017-18થી ખોટા ક્લોઝમાં રિટર્ન ભરાતુ હતુ જેના લિધે કન્સલ્ટન્ટ સીએના મેઈલ આઈડી પર આઈટીની નોટિસો જતી હતી જેનો જવાબ આપવામાં મોડુ થતા દંડની નોટિસ GTUને મળી છે. GTUને નોટિસ મળતા સીએને નોટિસ ઈશ્યૂ કરી અને GST ટ્રિબ્યુનલમાં અપીલમાં ગયા છે. જો કે, સાથે સાથે અપીલ માટે નિયત રકમ ભરવાની હોય છે જે GTUએ 5.50 કરોડ ભરી છે. હિયરિંગમાં GTU તરફેણમાં ચુકાદો આવે તો આ રકમ પરત મળી જશે. GTUના રજિસ્ટારનું કહેવુ એવુ છે કે GTUને ટેક્સમાં છૂટછાટ મળેલી છે પણ કેટલીક પ્રાઈવેટ યુનિ.ઓના લીધે આ ગુંચવણ ઉભી થઈ છે જેથી ટેક્સની નોટિસ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com