રાજ્યમાં ભાજપનો સૌથી સફળ અને એક જ જગ્યાએ તમામ કામ થઈ જાય તે જાેવા જઈએ તો ‘‘સેવાસેતુ’’ કાર્યક્રમ કહી શકાય, અને ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં તમામ અધિકારીઓથી લઈને મેડિકલ સુધીની સેવાથી લઈને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, રેશનીંગ કાર્ડ આ બધું જ એક જ દિવસની વન-ડે મેચ હોય તેમ નીકળી જાય, ત્યારે જીજે ૧૮, મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ ૨૮ નવેમ્બરથી લઈને ત્રણ ડિસેમ્બર સુધી ૧૧ વોર્ડમાં આ સંકલ્પ યાત્રાનું આયોજન કરેલ હોવાનું મેયર હિતેશ મકવાણા દ્વારા જણાવ્યું છે, સંકલ્પ યાત્રામાં દરેક વોર્ડમાં સવારે અને સાંજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તથા દરેક સ્થળ ઉપર કેમ્પનું આયોજન અને સરકારી વિવિધ લાભોની વણઝાર સાથે માહિતી આદાન પ્રદાન કરવામાં આવશે, ત્યારે જે લોકો લાભથી વંચિત છે, તે વંચિતોનો વિકાસ એટલે સંકલ્પ યાત્રા કહી શકાય અને જે લોકોએ લાભ લીધા છે, તે લાભના ફાયદા અને સરકારની સિદ્ધિ પણ જણાવશે, ત્યારે આનો બહોળો પ્રચાર કરવા સોશિયલ મીડિયા તથા રિક્ષા દ્વારા પ્રચાર કરવામાં આવશે, દરેક યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચે તે ઉદ્દેશથી ભારત સંકલ્પ યાત્રાનું આયોજન હોવાનું મેયર દ્વારા જણાવ્યું હતું.