આપણા વડવાઓ જે પદ્ધતિ મૂકી ગયા હતા તે સાચી જ હતી દયા શરમ લાજ આ બધું શું કામ? પણ આજે વેસ્ટન કલ્ચરલ મુજબ જીવવામાં ને જીવવામાં દેશનો અને ઘરનો સત્ય નાશ વળાઈ રહ્યો છે, પહેલા લગ્ન થતાં અને પસંદગી પણ ઘરના મોભીઓ કરતા ત્યારે તે લગ્નજીવન સફળ પણ અનેક થયા, ત્યારે હવે બે વર્ષ જાેડે ફરે, એકબીજાને નખશિમાંથી ઓળખી લે તો પણ એક વર્ષ બાદ છુટાછેડા થઈ જાય, ત્યારે મેડિકલ દુકાનોમાં એક સમયે કોન્ડોમ ખરીદતા શરમ આવતી હતી, અને હવે ઢીચકા અને ઢીચકીઓ પણ કોન્ડોમ શોખ ખાતર લઈ જાય છે, શહેરમાં ધૂમ કોન્ડમનું વેચાણ થાય છે, ત્યારે સીરપ- ખાંસી માટે બનાવવામાં આવી છે, ત્યારે યુવા ધન આખી બોટલ ઘટાવીને નસો મેળવી રહ્યું છે, શહેરમાં દારૂની બોટલો પણ ગમે ત્યાં રોડ, રસ્તા પરથી નીકળો એટલે પડેલી જાેવા મળે, ત્યારે વેસ્ટન કલ્ચરલે આજની પેઢીને ભલે શોખ અને પૈસા ઉડાવ તરફ પ્રયાણ કર્યું, પણ આપઘાતના કિસ્સા પણ નવ યુવાનોમાં વધ્યા છે. મેડિકલ દુકાનોમાં દરેક સેક્ટરમાં તપાસ કરો તો કોન્ડમનું ધૂમ વેચાણ સૌથી વધારે અને બીજું સીરપનું વેચાણ વધારે છે, વેસ્ટન કલ્ચરલ તરફ મુકેલી દોટ છેવટે સુસાઇડના પોઇન્ટ તરફ જ વળવાની છે, આજે સરકારે કાયદા-નિયમો-ઘણા જ બહાર પાડ્યા, ત્યારે મહિલાઓ માટે કાયદો કડક બનાવ્યો, તો તેનો સદુઉપયોગ ખરેખર થઈ રહ્યો છે ખરો? કેટલા ટકા? આજે છૂટાછેડા નું પ્રમાણ લગ્ન કરતાં વધી રહ્યું છે, જે યુવાનો અને યુવતીઓમાં એક છુટાછેડાનો ટ્રેન્ડ જેવું કહી શકાય, ત્યારે ય્ત્ન-૧૮ શહેરમાં ઢીચકા-ઢીચકીઓ જેઓની ઉંમર હજુ માંડ પહોંચી છે, તેઓ કોન્ડોમ ખરીદવા આવી જાય છે, આજની પેઢીને ફરવું, ખાવું, પીવું અને મોજ, બાકી ઘરે કામ માટે રામુ હોય તો લગ્ન કરું, ગાડી, બંગલો, નોકર-ચાકર આ બધું આજની યુવતી માંગી રહી છે, ત્યારે અનેક યુવાનો મોંઘવારીમાં અને ખાસ દેખાદેખીમાં દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે, બાકી રોજબરોજના કિસ્સા જુઓ તો સુસાઇડ પોઇન્ટનો વળાંક છેલ્લે વેસ્ટન કલ્ચરલ અને દેખાદેખી જાેવાનું જાણવા મળ્યું છે.
——
શહેરની મેડિકલ દુકાનોમાં કોન્ડમનું ધૂમ વેચાણ, રજાના દિવસોના આગલા દિવસે સૌથી વધારે કોન્ડોમ વેચાય છે, ત્યારે યુવાધન માટે નશો કરવા સીરપનું વ્યસન વધ્યું છે, આખી સિરપની બોટલ ઘટાવી જાય, શહેરમાં પ્રદૂષણ, બાદ હવે દુષણ પણ વધી રહ્યું છે