ACB નાં દરોડા પાડ્યાં અને નિવૃત કર્મચારીનું હૃદય બેસી ગયું

Spread the love

રાજ્યમાં વધુ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યા છે, પંચમહાલમાં ACBની તપાસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે, ખરેખરમાં, ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે સમયે સિંચાઇના નિવૃત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો, બાદમાં તેને મૃત જાહેર કરાયો હતો. નિવૃત કર્મચારી પર ૨૦૧૭માં ધરમપુર અને કપરાડામાં ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.

જિલ્લામાં આજે વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના ઘટી છે. અહીં ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે દરમિયાન નિવૃત કર્મચારીનું હૃદય રોગ હુમલાને કારણે મોત થઇ ગયુ હતુ. યુસુફ અબ્દુલ રહીમ ભીખા નામના નિવૃત્ત કર્મચારીના ઘરે વલસાડ ACB ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ, હાર્ટ એટેક આવ્યા બાદ વેજલપુર પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેક આવતાં ૧૦૮ દ્રારા ગોધરા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વલસાડ ધરમપુર ખાતે. નાની સિંચાઈ નિગમ ફરજ બજાવી વય નિવૃત થયા હતા.

ખાસ વાત છે કે, વર્ષ ૨૦૧૭મા ધરમપૂર અને કપરાડા ફરજ દરમિયાન યુસુફ અબ્દુલ રહીમ ભાખા નામના આ કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને આ મામલે ACB વલસાડ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આજે આ ઘટના બાદ તરત જ ગોધરા સહિત પોલીસ ટીમ સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com