રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને રાજકોટમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી રાજકોટની PDU મેડિકલ કોલેજને આપવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કોરોના મૃતકની ડેડબોડી નું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું ન હતું પરંતુ, આજથી છ દિવસ પહેલા રાજકોટની PDU મેડિકલ કોલેજમાં કોરોના મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરીક્ષણમાં ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે, કોરોના વાયરસ ફેફસા પર અસર તો કરે છે પરંતુ, સાથે-સાથે મગજ અને લીવર પર પણ તેની અસર જોવા મળે છે. કોરોના મૃતકોની ડેડબોડી નું પોસ્ટમોર્ટમ થયા પછી દેશભરમાં ડોક્ટર માટે કોરોના દર્દીને કઈ-કઈ ટ્રીટમેન્ટ આપવી તેનો માર્ગ પણ મોકળો થશે અને પરીક્ષણ ગુજરાત અને દેશભરમાં ડૉક્ટરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે.
આ સમગ્ર મામલે રાજકોટની PDU મેડિકલ ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ અને કોવિડ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર હેતલ કયાડાએ જણાવ્યું હતું કે, મેડિકલ ગાઈડલાઈન અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે દર્દીની ઓળખ આપી શકતા નથી. આ ઉપરાંત, દર્દીને કયા-કયા લક્ષણો છે અને દર્દી પુરુષ છે કે, સ્ત્રી છે. તે અંગે પણ અમે કઈ માહિતી આપી શકતા નથી. કોરોના ડેડ બોડી પોસ્ટમોર્ટમ બાબતે ડોક્ટર હેતલ વધુમાં જણાવ્યું હતું કે, અમે પરીક્ષણ કરવા માટે શરીરના બધા જ અંગોના એક સેમ્પલ લઈએ છીએ અને અંગોમાં મગજ, ફેફસા, કિડની, લૂઈડ, હૃદય, પેટમાં રહેલું પાણી અને બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાયુનો પણ સમાવેશ થાય છે. કોરોનાની કયા અંગ પર કેટલી અસર થાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ તમામ સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલ લીધા બાદ તેને ચાર દિવસ સુધી કેમિકલમાં રાખવામાં આવે છે. કેમિકલમાં રાખ્યા બાદ સેમ્પલ ની અંદર રહેલા ચેન્જિસ છે, તે કોરોનાના લીધે છે તે ફિક્સ થઈ જાય છે અને કોરોના વાયરસ ડિસએક્ટિવ થઇ જાય છે. ત્યારબાદ અમે આ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વ્યક્તિના ઓર્ગન પર કેવી અસર થાય છે તે જાણવા માટે પેથોલોજિકલ સબ પરીક્ષણ કરવું જરૂરી છે. આ પરીક્ષણ દર્દીના સગાની સંમતિ વગર કરવામાં આવતું નથી. છેલ્લા ચાર દિવસથી કોરોનાના મૃત્યુ પામ્યા છે તેવા દર્દીના સગા પાસેથી સંમતિ માગવામાં આવી છે. પ્રોટોકોલ મુજબ સગા ની હાજરીમાં અંતિમ વિધિ મૃતકની કરવામાં આવશે ઘણા દર્દીઓને સમજવા છતાં પણ તેઓ આ રિસર્ચ માટે માનવા તૈયાર નથી પરીક્ષણ સહમતિ આપે એટલી દર્દીના સગાને મારી અપીલ છે. કોરોનાથી મૃત્યુ થયું હોય તો તેના ઓર્ગનને આપણે કોઈને ન આપી શકીએ અમે આખું ડેડબોડી રાખી નથી લેતા પરંતુ, તેમાંથી અમે કેટલાક સેમ્પલ લઈને પ્રોટોકોલ મુજબ સગા ની હાજરીમાં અંતિમવિધિ કરવામાં આવે છે. ડોક્ટર હેતલ એવું પણ જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં માત્ર ભોપાલના એઇમ્સમાં મૃતદેહની પેથોલોજિકલ પરીક્ષણ કરવામાં આવતું હતી. જેમાં માત્ર ફેફસાના સેમ્પલ લેવામાં આવતા હતા, પણ રાજકોટમાં થનાર આ રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબ અને પેટ સહિત તેમજ શરીરના અન્ય ભાગમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ-અલગ અંગો માંથી સેમ્પલ લઈને તેનું પૃથ્થકરણ કરીને સંશોધન કરવામાં આવ્યું છે.