રાજ્યમાં સાચા ઉમેદવારોની ભરતી થાય તેના માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે પછીની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે. તેમજ ઉમેદવારોની વિચારણા અને લોજીક ક્ષમતા જોવામાં આવશે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યટર લેબથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વચ્ચે કોમ્પ્યુટર બેઝમાં સૌથી પહેલાં અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 12 ડિસેમ્બરે યોજાશે તેવી માહિતી સામે આવી છે. આ માટે 10,094 ઉમેદવારો અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા આપશે તેવી પણ વિગતો સામે આવી છે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લેવાશે.
આ માટે પરીક્ષામાં ઉમેરદવારોના રિઝનિંગ સાથે જે તે કેડરનું જ્ઞાન પૂછવામાં આવશે. જેના માટે સંપૂર્ણ રીતે સજ્જ કોમ્પ્યુટર લેબ પરફેક્ટ હોય એવી જગ્યાઓ પર જ લેવાશે. આ માટે એક જ સમયે 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેના પરિણામે ત્રણ સેશનમાં એક દિવસમાં 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે વિવિધ 30 જેટલા પ્રશ્નપત્રનો સેટ તૈયાર થશે.
જ્યારે પરીક્ષા માટેના ખર્ચ અંગેની જો વાત કરવામાં આવે તો પરીક્ષામાં ખર્ચ વધશે જો કે અન્ય ખર્ચમાં ઘટાડો થશે. પરીક્ષા ઓનલાઈન લેવાના કારણે સ્ટાફ પણ ઓછી સંખ્યામાં ઉપયોગ થશે. તેમજ સંપૂર્ણ પરીક્ષા ઓનલાઈન હોવાના કારણે ગેરરીતિમાં કોઈ અવકાશ નહી રહે. અને આના કારણે રીઝલ્ટ પણ ઝડપી આવી શકશે.